મહારાષ્ટ્ર ચૂંટણીમાં માત્ર 155 વોટ મેળવનાર અભિનેતા એજાઝ ખાનનું નિવેદન સામે આવ્યું

મહારાષ્ટ્ર ચૂંટણીમાં માત્ર 155 વોટ મેળવનાર અભિનેતા એજાઝ ખાનનું નિવેદન સામે આવ્યું

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ અભિનેતા એજાઝ ખાને ઈન્સ્ટાગ્રામ પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. વાસ્તવમાં, એજાઝ ખાનની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે, જેના કારણે તેને વિશ્વાસ હતો કે તેના ફેન્સ તેને વોટમાં ફેરવશે. પરંતુ એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 155 વોટ મળ્યા હતા. સાર્વજનિક ચહેરા માટે આટલા ઓછા વોટ મળવા બદલ એજાઝને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે.

ઈજાઝે ઈવીએમ પર નિશાન સાધ્યું 

એજાઝ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘જે ઉમેદવારો વર્ષોથી ચૂંટણી લડી રહ્યા છે અને રાજકારણમાં છે, મોટી પાર્ટી, મોટું નામ છે, હારી રહ્યા છે અથવા બહુ ઓછા વોટ લાવ્યા છે. હું એક સામાજિક કાર્યકર છું જે લોકોનો અવાજ બનવાનો પ્રયત્ન કરું છું અને પ્રયત્ન કરતો રહીશ. પરંતુ મને અફસોસ છે કે જે લોકો માટે પાર્ટીનું નામ હતું, તેમનો પોતાનો ટ્રેક રેકોર્ડ હતો, જેમણે 15 દિવસમાં કરોડો ખર્ચ્યા હતા, તેઓ ખૂબ જ ખરાબ રીતે હારી ગયા. આ બધી ઈવીએમની રમત છે ભાઈ.

subscriber

Related Articles