પંથકમાં રાજગરાના વાવેતરમાં વધારો સરસ્વતી તાલુકામાં શિયાળાની શરૂઆત સાથે ખેડૂતો રવિ સિઝનના વાવેતરમાં જોતરાઈ ગયા છે. ચોમાસુ સીઝન સતત વરસાદના કારણે ફેલ ગઇ છે હવે શિયાળુ સીઝનમાં ખેડૂતોને સારૂં ઉત્પાદન અને ભાવ સારા મળશે તેવી આશાએ ખેડૂતોએ શિયાળુ સીઝનનું વાવેતર શરૂ કર્યું છે. તેમાં ઘઉં રાજગરો ખાધાજીરૂ ઘાસચારો જેવુ વાવેતર ચાલી રહ્યું છે ભાટસણના ખેડૂત અભેસિંગ ગોબરજી ઠાકોરે જણાવ્યું કે ગરમીના કારણે જે રાજગરાનુ વાવેતર થયું હતું તે મોટા ભાગે બીયારણ ફેલ ગયું છે.
ખારેડાના ખેડુત શ્રવણજી વદનજી ઠાકોરે જણાવ્યું કે ગત વર્ષે કરતાં ચાલુ સીઝનમાં રાજગરાનુ વાવેતર વધુ જોવા મળે છે. તેમાં આઠ દિવસ પહેલા જે ખેડૂતોએ રાજગરાનુ વાવેતર કર્યું હતું તે વધુ પડતી ગરમીના કારણે ફેલ જતાં બીજી વાર વાવેતર કરવું પડ્યું છે .ગત વર્ષે શિયાળુ સીઝનમાં રાયડાનુ સારા પ્રમાણમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું તે પાકણીના સમયે મોલોએ કોરી ખાતા બીલકુલ ઉત્પાદન ન મળતાં ચાલુ સીઝનમાં રાયડાના વાવેતરમાં કાપ મુકી રાજગરાના વાવેતરમાં ખેડૂતોએ વધારો કર્યો છે.