કેરળની વાયનાડ લોકસભા સીટ પર પ્રિયંકા ગાંધીએ પેટાચૂંટણીમાં 4 લાખ 10 હજાર 931 મતોથી જીત મેળવી

કેરળની વાયનાડ લોકસભા સીટ પર પ્રિયંકા ગાંધીએ પેટાચૂંટણીમાં 4 લાખ 10 હજાર 931 મતોથી જીત મેળવી

કેરળની વાયનાડ લોકસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમના ભાઈ રાહુલ ગાંધીનો રેકોર્ડ તોડ્યો હતો. તેમણે આ સીટ જંગી સરસાઈથી જીતી હતી. પ્રિયંકા ગાંધીએ તેમના નજીકના હરીફને 4,10,931 મતોના માર્જિનથી હરાવ્યા હતા. તેમણે સીપીઆઈના ઉમેદવાર સત્યન મોકેરીને હરાવ્યા હતા. પ્રિયંકા ગાંધીની આ પહેલી ચૂંટણી હતી, જ્યારે સત્યન મોકરીને 211407 મત મળ્યા હતા. જ્યારે ભાજપના નવ્યા હરિદાસ ત્રીજા ક્રમે રહ્યા હતા. જેમને 1 લાખ 9 હજાર 939 મત મળ્યા હતા. કોંગ્રેસ નેતા અને પ્રિયંકાના ભાઈ રાહુલ ગાંધીના રાજીનામાના કારણે આ સીટ ખાલી પડી હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ રાહુલે અમેઠીથી સાંસદ રહેવાનો નિર્ણય લીધો હતો.

2019માં રાહુલ ગાંધીને મોટી જીત મળી હતી 

આ પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી તેમના ભાઈ રાહુલ ગાંધીની જેમ મોટી જીતનું પુનરાવર્તન કરી શકશે કે કેમ તેના પર સૌની નજર હતી. કે વર્ષ 2019માં રાહુલ ગાંધીને વાયનાડ સીટ પરથી 7,06,367 વોટ મળ્યા હતા. તેમણે સીપીઆઈના પીપી સુનિરને 431770 મતોથી હરાવ્યા હતા. તે ચૂંટણીમાં પીપી સુનીરને 2,74,597 મત મળ્યા હતા. જો કે પ્રિયંકા ગાંધીને 2019માં રાહુલ ગાંધીના વોટની સરખામણીમાં આ વખતે ઓછા વોટ મળ્યા છે, પરંતુ કારકિર્દીની પ્રથમ ચૂંટણીમાં આટલી મોટી જીત મેળવવી એ મોટી વાત છે.

Related Articles