પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં જૂથવાદી હિંસાએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા 18 લોકોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં જૂથવાદી હિંસાને કારણે અહીં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. જ્યારે 30 અન્ય ઘાયલ થયા છે. આ માહિતી આપતા પાકિસ્તાન પોલીસે જણાવ્યું કે અફઘાનિસ્તાનની સરહદે આવેલા કુર્રમ જિલ્લામાં ગુરુવારે પેસેન્જર વાન પર થયેલા હુમલા બાદ અલીઝાઈ અને બાગાન આદિવાસીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.
મળતી માહિતી મુજબ પેસેન્જર વાન પર થયેલા હુમલામાં 47 લોકો માર્યા ગયા હતા. બાલિશખેલ, ખાર કાલી, કુંજ અલીઝાઈ અને મકબલમાં પણ ગોળીબાર ચાલુ છે. આદિવાસી સમુદાયના લોકો ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરીને એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. હિંસામાં અત્યાર સુધીમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 30 ઘાયલ થયા છે. મીડિયા સૂત્રોએ આ હિંસામાં 30થી વધુ લોકોના મોતના અહેવાલ આપ્યા છે.