થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCB પોલીસે બાતમીના આધારે રાણેસરી ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરીને જતી ગાડીને ઝડપી પાડી હતી. પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી 2 શખ્સોને ઝડપી કાર્યવાહી હાથધરી હતી.
બનાસકાંઠા એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મેળવી રાણેસરી ગામની સીમમાંથી ડસ્ટર ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ/બિયરની બોટલ નંગ- 861, કિ.રૂ.94,830/- તથા ડસ્ટર ગાડીની સહિત કુલ 4,00,330/- ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક શ્રવણભાઈ કાળાભાઈ ઠાકોર (રહે. વાંક દાતીયા તા.જી. સાચોર) તથા નરેનદ્રભાઈ બાબુભાઈ નાયક (રહે. મહેસાણા આબલીપુરા ગોપીનાળા બહાર હનુમાન મંદિરની સામે તા.જી.મહેસાણા)ને પકડી પાડી તથા માલ ભરી આપનાર તથા મંગાવનાર તમામના તમામના વિરૂદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.