વાવ વિધાસભાની પેટાચૂંટણીનું પરિણામ ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરુપજી ઠાકોરે જીત મેળવી

વાવ વિધાસભાની પેટાચૂંટણીનું પરિણામ ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરુપજી ઠાકોરે જીત મેળવી

પાલનપુરના જગાણા ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરુપજી ઠાકોરે જીત મેળવી છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ સહિત 10 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં છેલ્લી ઘડીએ બાજી પલટાતા ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત હાંસલ કરી છે.

ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે 2353થી મતથી વિજય હાંસલ કર્યો છે.  તેમની જીત સાથે જ ભાજપ છાવણી અને કાર્યકર્તાઓમાં માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ છાવણીમાં સન્નાટો પ્રસરી ગયો છે. વાવ વિધાસભાની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભાજપના સ્વરુપજી ઠાકોરની 1300 મતની લીડથી જીત થઇ છે. 13 નવેમ્બરના રોજ મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી.

subscriber

Related Articles