અંતરિયાળ વિસ્તારમાં બોગસ તબીબોનો રાફડો: ગુજરાતમાં અનેક એવા ડોકટરો સામે આવતા હોય છે. જેમની પાસે કોઈપણ ડિગ્રી ના હોવા છતાં આવા ડોકટરો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી મોટી રકમ પડાવી પ્રેક્ટિસ કરીને પેટિયું રળતા જોવા મળે છે. બોગસ ડીગ્રી વાળા આવા બોગસ ડોક્ટરો વિરુદ્ધ અનેકવાર આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા બામોદરા ગામમાંથી ત્રણ બોગસ ડોકટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
દાંતા તાલુકામાં કમ્પાઉન્ડર માંથી તબીબ બની બોગસ પ્રેક્ટિસ કરતાં ત્રણ બોગસ ડોક્ટરો ઝડપાયા હતાં. જ્યાં એસઓજી, આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમે રેડ કરી દાંતા તાલુકાના મોટા બામોદરામાંથી ત્રણ બોગસ તબીબોને ઝડપી લીધા હતાં. જ્યાં પોલીસે સ્થળ ઉપરથી 99 હજારની એલોપેથીક દવાનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. અને આ ત્રણ બોગસ ડોકટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલમાં કમ્પાઉન્ડરની નોકરી કરી આંતરરિયાળ વિસ્તારમાં ડોકટરોના બોર્ડ મારીને ખુલ્લેઆમ દવાખાના ખોલીને પ્રેક્ટિસ કરતાં જોવા મળી રહ્યા છે. અને આવા બોગસ ડોકટરો ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરીને ઉઘાડી લૂંટ ચલાવતાં ત્રણ તબીબોને ઝડપી પાડતાં બોગસ પ્રેક્ટિસ કરતાં તબીબોમાં સોપો પડી ગયો છે.
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે દાંતા વિસ્તારના ઘોડા પી.એચ.સી. વિસ્તારમાંથી આ તબીબો પકડાયા છે. બનેલ ઘટના બની છે.જે મુદ્દે મેડિકલ ઓફિસર અને એસ.ઓ.જી. ટિમ સાથે કાર્યવાહી કરેલી છે.નિયમ મુજબ તપાસના આદેશ કરી આગળની કાર્યવાહી હાથ ધરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું.