જિલ્લામાં તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો ડીસામાં 14 અને માઉન્ટ આબુમાં માયનસ 1 ડીગ્રી

જિલ્લામાં તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો ડીસામાં 14 અને માઉન્ટ આબુમાં માયનસ 1 ડીગ્રી

લાખણી સહિત બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો 

ડીસામાં 14 અને માઉન્ટ આબુમાં માયનસ 1 ડીગ્રી તાપમાન 

લાખણી સહિત બનાસકાંઠા જિલ્લામાં મોડેમોડે ઠંડીનો ચમકારો વર્તાવા લાગતા શિયાળુ સિઝનનું આગમન થઈ ચૂક્યું છે. દિવસ ટૂંકો થવા સાથે વહેલી સવારે ઠંડીનો ચમકારો વર્તાતા લોકોને ગરમ કપડાં પહેરવાની નોબત આવી છે. તેથી જિલ્લાના શહેરી વિસ્તારોમાં આવેલ ગરમ કપડાના બજારમાં લોકોની ચહલ પહલ જોવા મળે છે. ઠંડીની સિઝન શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશાલી છવાઈ છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં તાપમાનનો પારો ગગડતા ડીસામાં 14 ડીગ્રી તાપમાન નોંધાયું હતુ. હવે નવેમ્બર મહિનો ઉતરતા જ જિલ્લામાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે.

જ્યારે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના એક માત્ર હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં એકાએક પારો ગગડતા માઉન્ટ આબુમાં માયનસ એક અને અરવલ્લીની ગિરિકન્દ્રાનું સૌથી ઊંચી ચોટી પર આવેલા ગુરૂશિખરમા મયનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાતા બરફના પડો છવાયા છે. પર્યટક સ્થળે એકાએક ગગડેલા તાપમાનથી ઠંડુગાર વાતાવરણ છવાતા સહેલાણીઓની સંખ્યામાં વધારો થયો છે.

રાજસ્થાનના મીની કાશ્મીર તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં શિયાળુ સત્રમાં ઠંડીનું જોર વધારે જોવા મળે છે.અહીંયા દર વર્ષે ડિસેમ્બર માસમાં બરફ છવાતો હોય છે. પરંતુ આ સિઝનમાં નવેમ્બરમાં તેની શરૂઆત થઈ ચૂકી છે અને તાપમાન ગગડીને માયનસમાં જતા માયનસ એક ડિગ્રી નોંધાયુ છે અને માઉન્ટ આબુ અને અરવલ્લીની ગિરીમાળાનું સૌથી ઊંચી ચોટી ધરાવતા ગુરુ શિખર પર માયનસ ત્રણ ડિગ્રી નોંધાયું હોવાથી બરફ છવાઈ ગયો છે.

subscriber

Related Articles