વેપારીઓ જનરેટર લગાવી ગરમ વસ્ત્રોનો વેપાર કરી રહ્યા છે.
પાલનપુર શહેરના જી.ડી. મોદી કોલેજ રોડ પર છેલ્લા છ વર્ષથી નેપાળી માર્કેટ તેમજ સ્થાનિક લોકો દ્વારા ગરમ કપડાનું માર્કેટ લગાવવામાં આવે છે પરંતુ દર વખતે પરમિશન મળી જતી હોવાથી લાઈટની વ્યવસ્થા થઈ જતી હોય છે પરંતુ આ વખતે મંજૂરી ન મળતા વેપારીઓને લાઈટ ના અભાવે જનરેટર પર લાઇટની વ્યવસ્થા કરવી પડતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાલનપુર શહેરના જી. ડી. મોદી કોલેજ થી પશુ દવાખાના તરફ જતા માર્ગ ઉપર શિયાળામાં ગરમ વસ્ત્રોનું માર્કેટ લાગે છે અને સીઝન દરમિયાન નેપાળી માર્કેટ તેમજ સ્થાનિક લોકો દ્વારા ગરમ કપડાનો વેપાર કરે છે પરંતુ આ વખતે હજુ સુધી મંજૂરીના અભાવે તે લાઈટ લઈ શક્યા નથી જેથી અત્યારે જનરેટર લગાવી ગરમ વસ્ત્રોનો વેપાર કરી રહ્યા છે આ અંગે સ્થાનિક વેપારીઓ અને નેપાળી વેપારીઓએ જણાવ્યું હતું કે અમે દર વખતે અહીં ગરમ વસ્ત્રોનું માર્કેટ લગાવીએ છીએ તંત્ર દ્વારા દર વખતે તંત્ર દ્વારા મંજૂરી આપી દેવામાં આવે છે પરંતુ આ વખતે હજુ સુધી મંજૂરી ન આપવાના કારણે લાઈટની વ્યવસ્થા ઉભી કરી શક્યા નથી જેથી અત્યારે અમારે જનરેટર લગાવી ગરમ કપડાના સ્ટોલમાં લાઈટની વ્યવસ્થા કરવી પડી છે જે અમને આટલી મોંઘવારીમાં પરવડે તેમ નથી તેથી તંત્ર દ્વારા અમને ઝડપથી મંજૂરી પૂરી પાડવામાં આવે તેવી અમારી માંગ છે.