એલસીબી ની ટીમે બે શખ્સોની અટકાયત કરી જીપ ડાલુ દારૂ સહિતનો જથ્થો જપ્ત કર્યો
બનાસકાંઠા જિલ્લા પોલીસવળા ની સૂચનાથી એલસીબી ની ટીમ ડીસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ડીસાના ઝેરડા ગામ પાસેથી દારૂ ભરેલું જીપ પીકઅપ ડાલુ ઝડપી પાડ્યું હતું સાથે પોલીસે બે શખ્સોની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે
બનાસકાંઠા એલસીબીના પીઆઇ એ વી દેસાઈ ના માર્ગદર્શન હેઠળ એલસીબીના પી.એસ.આઇ એસ.બી.રાજગોર સ્ટાફના નરેશભાઈ મુકેશભાઈ પરમાર અલ્પેશકુમાર પ્રવિણભાઈ પ્રકાશકુમાર વિક્રમસિંહ સહિતની ટીમ આજરોજ ડીસા તાલુકા ની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમીના આધારે એલસીબી ની ટીમે ડીસા તાલુકાના ઝેરડા ગામ નજીક સામેથી આવી રહેલ બોલેરો પીક-અપ ગાડીને રોકાવી અંદર તપાસ કરતા તેમાં થી દારૂ ની બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ ગાડી સહિત કુલ તથા અન્ય મુદામાલ મળી કુલ ૭,૧૯,૩૭૫ નો મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડયા હતા.