કતલખાને જતી 93 ભેંસો ભરેલી 6 ટ્રકો પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડી
પકડાયેલ તમામ ભેશોને રાજપુર ડીસા પાંજરાપોળને સંભાળ માટે સોંપી: સોમવાર વહેલી સવારે પાલનપુર તાલુકા પોલીસના જવાનો પેટ્રોલિંગ હતા તે દરમિયાન શંકાસ્પદ 6 ટ્રકો રોકવી જોતા તેમાં ખીચોખીચ ભરેલી ભેંસો મળી આવતા તમામ ટ્રકોને પાલનપુર તાલુકા પોલીસ મથકે લાવી ધોરણસરની ફરીયાદ દાખલ કરી બાવાવેલ પશુઓને ડીસા ખાતે આવેલ કાંટ પાંજરાપોળને સાર સંભાળ માટે સોંપવામાં આવ્યા હતા.
તાજેતરમાં ગેરકાયદેસર પશુઓની હેરાફરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે જ્યારે સોમવારની વહેલી સવારે પાલનપુર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ ટ્રકો જોતા પોલીસના જવાનો 6 ટ્રકો રોકવી જોતા તેમાં ક્રૂરતાપૂર્વક ભેંસો ભરેલી જોવા મળેલ અને તે બાબતે ગાડી ચાલક પાસે કોઈપણ પાસ પરમીટ ન મળી આવતા તમામ 6 ટ્રકોને પાલનપુર તાલુકા પોલીસ મથકે લાવવામાં આવી હતી અને ધોરણસરની 12 આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધી 34 લાખની મુદ્દાની ભેંસો જપ્તી કરી હતી.
જીવદયાપ્રેમી કાર્યકર્તાઓ પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોલીસ ફરીયાદ બાદ બચવેલ ભેંસોને રાજપુર ડીસા પાંજરાપોળ,કાંટ મુકામે લાવવામાં આવી હતી ત્યાં પાંજરાપોળનાં હજાર કર્મચારીઓ ભેંસો ઉતરી જોતા તેમાં 90 ભેંસો અને 3 પાડા મળી આવ્યા હતા જે ખુબજ નાજુક હાલતમાં હતા ને તમને સરીરે ઘા વાઘેલા હોય તેમને તાત્કાલિક સારવાર તેમજ ઘાસ ચારા પાણી વ્યવસ્થા કરવામાં આવી હતી.