બેવડી ઋતુના કારણે નવ દિવસમાં શરદી-ખાંસીના ૧૨૦૦થી વધુ અને તાવના ૮૦૦ દર્દી નોંધાયા

ગુજરાત
ગુજરાત

બેવડી ઋતુના કારણે અમદાવાદમાં નવ દિવસમાં શરદીના સાત તથા તાવના પાંચ હજારથી વધુ કેસ નોંધાયા હતા. શહેરના વિવિધ વોર્ડમાં આવેલા મ્યુનિ.સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં પ્રતિ દિન ઓ.પી.ડી.માં શરદી-ખાંસીના ૧૨૦૦થી વધુ અને તાવના ૮૦૦થી વધુ દર્દી નોંધાયા હતા. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં દિવસે ગરમી અને રાતના સમયે ઠંડી એમ બે ઋતુનો અહેસાસ શહેરીજનો કરી રહયા છે.

બેવડી ઋતુના કારણે તાવ,શરદી અને ખાંસીના કેસમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ઓફિસર ડોકટર ભાવિન સોલંકીએ કહયુ,દિવાળીના તહેવાર પછી વાયરલ કેસોમાં સતત વધારો જોવા મળી રહયો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ૮૬ અર્બન હેલ્થ સેન્ટર શહેરમાં આવેલા છે. આ અર્બન હેલ્થ સેન્ટરમાં ૧થી ૯ નવેમ્બર દરમિયાન કુલ ૩૮ હજાર ઓ.પી.ડી.કેસ નોંધાયા હતા.અર્બન હેલ્થ સેન્ટરમાં પ્રતિ દિન સરેરાશ સાત હજાર કેસની ઓ.પી.ડી.માં ૧૨૦૦થી વધુ શરદીના તથા ૮૦૦થી વધુ તાવના દર્દી નોંધાયા હતા.

મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના નવ દિવસમાં ૬૯,મેલેરિયાના ૨૪, ચિકનગુનિયાના ૧૪ તથા ઝેરી મેલેરીયાના ૧૦ કેસ નોંધાયા હતા.પાણીજન્ય એવા કમળાના ૮૫,ટાઈફોઈડના ૮૦ ઉપરાંત ઝાડા ઉલટીના ૬૮ કેસ નોંધાયા હતા. નવેમ્બર મહીનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવતા પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૪૦ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.૧૦ પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.