વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં સવારથી જ મતદારોની મતદાન માટે કતારો

વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં સવારથી જ મતદારોની મતદાન માટે કતારો

૨૦ વર્ષીય યુવા મતદાર સોનલબેનએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી

૮૦ વર્ષીય દલીબેનએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી

બનાસકાંઠા જિલ્લાના ૦૭- વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન પર સવારે ૦૭.૦૦ વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ભાભર તાલુકાના રૂણી ગામની પ્રાથમિક શાળાના બુથ નંબર ૧ થી ૩ ખાતે મતદારોમાં મતાધિકારને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ મતદારોની કતારો જોવા મળી રહી છે. મતદાર સહાયતા બુથ પર મતદારોને મતદાર ક્રમાંક અને બુથ નંબર વિશે માહિતી આપવામાં આવી હતી.

રૂણી ગામના યુવાથી લઈને વૃધ્ધ મતદારો ઉત્સાહ સાથે મતદાન  કરવા પહોંચ્યા હતા. ૨૦ વર્ષીય યુવા મતદાર સોનલબેનએ ત્રીજી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મત આપવા અપીલ કરી હતી. આ ગામના ૮૦ વર્ષીય દલીબેનએ પોતાના પરિવાર સાથે લોકશાહીના પર્વ એવા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ સંયુકત કુટુંબમાં રહે છે અને પરિવારના દરેક સભ્ય આજે મત આપવા માટે આવ્યા છીએ તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

subscriber

Related Articles