દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં આટલા દિવસ સુધી દારૂના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ

ગુજરાત
ગુજરાત

ગુજરાત રાજ્યમાં 8 વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી યોજાઇ રહી છે. આગામી ત્રીજી તારીખે મતદાન છે. ત્યારે મતદાન ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે રાજ્યના પડોશમાં આવેલા અને દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણમાં પણ ગુજરાતની પેટા ચૂંટણીને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે ..જે મુજબ ગુજરાતની પેટા ચૂંટણીને ધ્યાને લઇ દમણ-દીવ અને દાદરા નગર હવેલી પ્રશાસન અને પ્રદેશના એકસાઇઝ વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી દમણમાં દારૂના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન આગામી ત્રીજી તારીખે થઈ રહ્યું છે. ત્યારે તેના 48 કલાક અગાઉ જ સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં દારૂ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.. અને બે દિવસ ડ્રાય ડે જાહેર કર્યા છે.. જે મુજબ આજે 1 લી નવેમ્બર ના સાંજે 6 વાગ્યાથી પ્રદેશના તમામ બિયર બાર અને વાઇન શોપને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ મતગણતરી એટલે કે દસમી તારીખે પણ પ્રદેશમાં દારૂબંધીનો અમલ કરવામાં આવશે. સાથે જ પેટા ચૂંટણીનું મતદાન અને ચૂંટણી ની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવ ની પોલીસ અને વલસાડ જિલ્લાની પોલીસનું સંયુક્ત અભિયાનના ભાગરૂપે પ્રદેશના બોર્ડર પર આવેલા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવશે.

જેથી ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આમ રાજ્ય ની પેટા ચૂંટણીને લઇ પડોશી સંઘપ્રદેશ દમણ નું પ્રશાશન અને પોલીસ પણ એલર્ટ પર છે. કપરાડા વિધાનસભા બેઠક મતવિસ્તાર રાજ્યના પડોશમાં આવેલા બે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી સાથે પડોશી રાજ્ય મહારાષ્ટ્ર ની સરહદને અડીનેે આવેલો હોવાથી વલસાડ પોલીસે પડોસી પ્રદેશો અને મહારાષ્ટ્ર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સંકલનની બેઠકો યોજી અને ચૂંટણી દરમિયાન તેમનો પણ સહયોગ લેવાઈ રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.