વિજય રૂપાણીના રાજમાં ચોક્કસ નેતાઓ જ ચાર વર્ષથી સંગઠન ચલાવી રહ્યા છે

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં 2016માં ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન બનેલી પ્રદેશની ટીમ જિતુ વાઘાણીના 4 વર્ષના કાર્યકાળમાં પણ કોઈ ફેરફાર વિના ચલાવી રાખી હતી, જે હજુ પણ ચાલી રહી છે. એ જોતાં કેટલાક ચોક્કસ નેતાઓ જ છેલ્લાં 4 વર્ષથી ભાજપનું સંગઠન ચલાવતા હોવાથી અન્ય આગેવાનો અને કાર્યકરોમાં ભારે નારાજગી થઈ ગઈ છે. આ સંજોગોમાં હવે સી. આર. પાટીલ નવી ટીમ બનાવે એની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

ગુજરાતમાં જુલાઈ 2016માં વિજય રૂપાણીને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. એ સમયે તેમણે પ્રદેશ સંગઠનની રચના કરી હતી, એ પછી ઓગસ્ટ 2016માં વિજય રૂપાણી મુખ્યમંત્રી બની જતાં તેમના સ્થાને જિતુ વાઘાણીની નિમણૂક કરવામાં આવી હતી, જેથી રૂપાણીની ટીમ સાથે જ વાઘાણીએ કામગીરી ચાલુ રાખી. હતી અને સતત 4 વર્ષ સુધી જિતુ વાઘાણી આ જ ટીમથી ચલાવે રાખ્યું હતું. પરિણામે, ચોક્કસ નેતાઓ જ છેલ્લાં 4 વર્ષથી આખું ભાજપનું પ્રદેશ માળખું સંભાળી રહ્યા હોવાથી બીજા આગેવાન કાર્યકરોને પક્ષની સેવા કરવાની તક મળી નહોતી, જેથી નારાજગી વધવા લાગી હતી.

19 ફેબ્રુઆરી 2016ના રોજ વિજય રૂપાણી ભાજપના પ્રમુખ બન્યા હતા. એ પહેલાં આર. સી. ફળદુ ભાજપના પ્રમુખ હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી નવેમ્બર 2014માં પેટાચૂંટણીમાં રાજકોટમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તરત તેમને કેબિનેટ મંત્રી બનાવાયા હતા. ફેબ્રુઆરી-2016થી તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ અને મંત્રી એમ બંને પદ પર કાર્યરત હતા. એ પછી ઓગેસ્ટ 2016માં જ વિજય રૂપાણીને મુખ્યમંત્રીપદ મળ્યું હતું, તેથી ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જિતુ વાઘાણીની નિમણૂક કરવામાં આવી હતી. વાઘાણીએ પોતાનો 3 વર્ષનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂરો કર્યો ત્યાં સુધી રૂપાણીની ટીમથી જ ભાજપ સંગઠન ચલાવે રાખ્યું હતું અને વાઘાણીની ટર્મ પૂરી થાય બાદ પણ એક વર્ષ વધારાનું મળ્યું હતું.

ભાજપ પ્રદેશ પ્રમુખપદ માટે નવસારીના સાંસદ સી.આર. પાટીલની વરણી કરાઈ હતી અને 21 જુલાઈએ તેમણે વિધિવત્ રીતે પદભાર સંભાળ્યો હતો. આ પછી ત્રણ મહિના જેટલો સમય પસાર થવા છતાં પ્રદેશ સંગઠનની નવી ટીમની રચના થઈ શકી નથી. આ સમયગાળામાં પ્રમુખ પાટીલ ચારથી વધુ વખત દિલ્હીની મુલાકાત લઈ ચૂકયા હોવા છતાં 2016થી ગૂંચવાયેલું સંગઠનનું માળખાનું કોકડું હજુ સુધી ઉકેલી શકાયું નથી.

પાટીલે એકથી વધુ વખત સંગઠનના માળખામાં કેવા પ્રકારના ચહેરાને સ્થાન મળશે એનો નિર્દેશ આપ્યો છે. ત્યારે હવે તેમની ટીમ કેવી હશે અને કોને સ્થાન મળશે એના પર ભાજપની ભાવિ રણનીતિનો સંકેત મળશે, એમ કાર્યકરો માની રહ્યા છે. હાલ તો સમગ્ર સંગઠનની ટીમ પેટાચૂંટણીના કામમાં દિવસ-રાત દોડી રહી છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે આઠ બેઠકની ચૂંટણી પૂરી થાય અને મતગણતરી પહેલાં ટીમ જાહેર કરી દેવામાં આવે એવી શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.