વાવ વિધાન સભા ની ચૂંટણી ના અપક્ષ ઉમેદવાર અને કદાવર નેતા એવા માવજીભાઈ પટેલે પોતાના માદરે વતન આકોલી ખાતે ગત રાત્રે એક મોટી જાહેર સભા નું આયોજન કર્યું હતું જેમાં વાવ બેઠક ના ઉત્તર ના 32 ગામો ની 10 હજાર થી વધુ જન મેદની ની ભેગી થઈ હતી. જે જન મેદની જોઈ ભાજપ કોંગ્રેસ ની ઉંઘ હરામ થઈ ગઈ હતી.
જોકે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે દરેક સમાજ ને યાદ કરી જનતા નો હું ઉમેંદવાર છું.તેમ કહી મતો ની માંગ કરી હતી. માવજીભાઈ પટેલ ને ચૌધરી સમાજ સહિત દરેક સમાજ નું પણ સમર્થન મળી રહ્યું છે. તેઓ પોતાના બેટ ના નિશાન થી સિક્સરો લગાવી રહ્યા છે. .જેમ જેમ દિવસો નજીક આવતા રહે છે.તેમ તેમ ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે