પાલનપુર-અંબાજી હાઇવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં

પાલનપુર-અંબાજી હાઇવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં

પાલનપુર અંબાજી માર્ગ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વક્તિઓને ઈજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી છે જેમાં બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થયાં હતા અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત વક્તિને નજીકનr હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા, પોલીસ આગળની તોપસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં પાલનપુર અંબાજી માર્ગ આવેલા મેરવાડા ગામ નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતના કારણે ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પોલીસ ને જાણ કરી હતી. બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોચી ઈજા ગ્રસ્ત વક્તિઓ ને સારવાર માટે નજીક હોસ્પિટલ ખસેડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત ગાડી પલ્ટી મારીને રોડની સાઈડમાં ખાબકી હતી અને બાઈકને પણ મોટુ નુકસાન પહોંચ્યું હતું.

subscriber

Related Articles