તહેવારો દરમિયાન રેલવેની વ્યવસ્થા બગડી, પ્લેટફોર્મ પર લાંબી કતારો, નાસભાગમાં 10 લોકો ઘાયલ
તહેવારોની સિઝન શરૂ થતાની સાથે જ દેશની રેલ્વે વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. દિવાળી અને છઠના તહેવારોમાં લોકો પોતાના ઘરે જવા માટે રેલ્વે સેવાઓનો સહારો લે છે. ટ્રેનની ટિકિટ હોવા છતાં મુસાફરો મુસાફરી કરી શકતા નથી. સ્ટેશનના પ્લેટફોર્મ પર લાંબી કતારો છે. ભારે ભીડને કારણે મુસાફરો ટ્રેનમાં ચઢી પણ શકતા નથી.
બાંદ્રા સ્ટેશનમાં નાસભાગ
દિવાળીના અવસર પર, મોટી સંખ્યામાં લોકો શહેરોમાંથી તેમના ગામ જવા માટે નીકળે છે, પરંતુ હાલમાં ભારતીય રેલ્વેમાં તહેવારો વચ્ચે તમામ લોકો તેમના ગામ અથવા ઘરે સમયસર પહોંચી શકે તેટલી જગ્યા નથી. મુંબઈના બાંદ્રા ટર્મિનસ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વખતે નાસભાગ મચી ગઈ હતી.
10 લોકો ઘાયલ
બાંદ્રા-ગોરખપુર ટ્રેનમાં ચડતી વખતે આ નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં 10 લોકો ઘાયલ થયા છે. તેને સારવાર માટે ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 8 ઘાયલોની હાલત સ્થિર છે. બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.