કાંકરેજના ઉણ ગામે ચાર મંદિરો સહીત તસ્કર ટોળકી ત્રાટકીને ચાંદીના છતર આભુષણો અને રોકડ રકમની ચોરી કરી ફરાર
કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ બે પીએસઆઇ સહિત મોટો સ્ટાફ હોવા છતાં ચોરીના બનાવો ટ્રાફિક સમસ્યા દારૂ વરલી મટકા સહિત અનેક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. જાણવા મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના ઉણ આઉટ પોસ્ટ ગામમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરમાં ચોરી કરતા ચોરો થયા સી.સી.ટી.વી કેમેરામાં કેદ થતાં સમગ્ર મામલો થરા પોલીસ સ્ટેશનમાં પહોચ્યો છે.
કાંકરેજ તાલુકાના ઉણ ખાતે ઉણેચા પરિવારના ચામુંડા માતાજીના મંદિર માં દાનપેટી તોડીને રકમ ની ચોરી તેમજ ચાંદીના છ નંગ છતર જેનું વજન આશરે એક કિલાની ચોરી તેમજ ગોગા મહારાજના મંદીરમાંથી ગોગા મહારાજની ચાંદીની મૂર્તિ બે આશરે ત્રણસો ગ્રામની ચોરી તેમજ પ્રજાપતિ વાસમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરના દર વાજાનું તાળું તોડીને ચાંદીનાં છતર નંગ ચાર તેમજ માતાજીના ચાંદીના મુગટ ચાર તેમજ ચાંદીની મુર્તિ પાંચ અને બે ત્રિશુલ સાથે આશરે ત્રણેક કિલો ચાંદીની ચોરી ખેતરમાં આવેલ ગોગામહારાજના મંદિરની મૂર્તિ તેમજ હાઈવે રોડ ઉપર આવેલ પાનના ગલ્લાનો દરવાજો તોડીને પરચુરણ માલ સમાનની ચોરી કરી ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી.
જોકે હવે આ બાબતે જાગૃતિ નાગરિક અને ગ્રામજનોએ અને ઠાકોર રામજીભાઈ સરપંચ રામપુરા ઠાકોર વાસ ગ્રામ પંચાયત દ્વારા થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી ફરિયાદ દાખલ કરાવી હતી ત્યારે હવે કેટલા સમયમાં થરા પોલીસ દ્વારા ચોર ટોળકીને પકડી પાડવામાં આવશે એ જોવું રહ્યું ઉણ ગામમાં અનેકવાર ચોરીના બનાવો સામે આવેલા છે ત્યારે આ ચોર ગેંગને કેટલા સમયમાં થરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પી.આઈ.આર એચ જારીયા તેમજ બે પીએસઆઇ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ક્યારે આ ચોરોને પકડવામાં સફળ થશે ?