માઈક્રોસોફ્ટની એક ચાલાકીએ સૌથી મોટો સાયબર હુમલો અટકાવ્યો.
દિગ્ગજ આઈટી કંપની માઈક્રોસોફ્ટે એક મોટા સાયબર હુમલાને સફળતાપૂર્વક રોકી લીધુ છે. ગુપ્ત માહિતી એકઠી કરવા માટે 100થી વધારે હાઈ પ્રોફાઈલ લોકો પર સાયબર હુમલો કરવામાં આવી રહ્યો હતો. આ હુમલામાં હૈકર્સે પૂર્વ રાજદૂતો અને નીતિ વિશેષજ્ઞોના અકાઉન્ટને નિશાન બનાવ્યુ હતું.
અમેરિકી ટેક કંપની માઈક્રોસોફ્ટના થ્રેટ ઈંટેલિજેંસ સેન્ટરના સાયબર હુમલાખોરોની પ્રવૃતિને પકડી પાડી છે. માઈક્રોસોફ્ટના જણાવ્યા પ્રમાણે ઈરાની હુમલાખોર ફોસ્ફોરસે સઉદી અરબમાં થનારી મ્યૂનિખ સિક્યોરિટી કોન્ફરેન્સ અને થિંક 20ના સંમેલનમાં સામેલ થનારા તમામ સંભવિતોને ટાર્ગેટ કર્યા છે.
ખોટા ઈમેલ કરનારા થેરિપોર્ટમાં દાવો કર્યો હતો કે, આ હુમલામાં મુખ્યત્વે ઈમેલ દ્વારા કાર્યક્રમમાં શામેલ થનારા નેતાઓ અને નિષ્ણાંતોના ખોટા ઈમેલ કરવામાં આવી રહ્યા હતા. આ ઈમેલ અંગ્રેજી ભાષામાં કરવામાં આવ્યા હતા. માઈક્રોસોફ્ટે આ હુમલા વિશે જણાવ્યુ હતું કે, હંમેશાની માફક વેપાર અને વ્યક્તિગત ઈમેલ ખાતામાં મલ્ટી ફેક્ટર અથેંટિકેશનને લાગૂ કરવાથી આવા સાયબર હુમલાથી બચી શકાય છે.