બે ટ્રકો વચ્ચે અકસ્માત થતાં ટ્રક ચાલકને ઇજાઓ તથા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ સુઈગામ હાઇવે ઉપર બે ટ્રકો વચ્ચે સજાયો અકસ્માત

વાવ સુઈગામ હાઇવે બીમાર હાલત અને ખાડા હોવાના કારણે અનેક વાર અકસ્માત થતાં હોય છે અને અકસ્માતમાં એક જીવ પણ ગુમાવ્યા છે.

વહેલી સવારે દેવપુરા આશ્રમ શાળાના પાટીયા નજીક સુઈગામ વાવ હાઈવે પર બે ટ્રકોનો ભયંકર અકસ્માત સર્જાયો જેમાં સદનસીબે જાનહાનિ ટળી જેમા એક ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થતાં લોકો દ્વારા 108 વાને જાણ કરાતા 108 વાન દ્વારા ઈજાગ્રસ્તને સારવાર અર્થે થરાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેમાં આ વાવ સુઈગામ હાઈવે રોડ એટલી હદે બિસ્માર હાલતમાં છે કે વાહન. ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે ત્યારે આરોડ ઓથોરિટી દ્વારા તાત્કાલિક રોડને રીપેરીંગ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે હવે જોવાનું એ રહ્યું કે કોઈ મોટી દુર્ઘટના થાય તેની પછી તંત્ર દ્વારા આ રોડને રીપેર કરવામાં આવશે.?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.