મહિલા T20 વર્લ્ડકપ : આજે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલ
મહિલા T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ આજે દુબઈમાં રમાશે. ટાઈટલ મેચમાં ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો આમને-સામને છે. અહીં જે પણ ટીમ જીતશે તે ઇતિહાસ રચશે. મહિલા T20 વર્લ્ડ કપના 15 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે આમાંથી કોઈ ટીમ ચમકદાર ટ્રોફી પર કબજો કરશે.
બીજી સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડે વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યું હતું જ્યારે પ્રથમ સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ 6 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. કિવી ટીમ 14 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી છે જ્યારે દક્ષિણ આફ્રિકા સતત બીજી વખત ટાઈટલ મેચમાં પ્રવેશ્યું છે.
દક્ષિણ આફ્રિકાએ 2014માં એઈડન માર્કરામની કેપ્ટનશીપ હેઠળ મેન્સ અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. સિનિયર અને જુનિયર ટીમો માટે દક્ષિણ આફ્રિકાની આ એકમાત્ર વર્લ્ડ કપ ટ્રોફી છે. ત્યારે ન્યુઝીલેન્ડને 2021માં ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે આશ્ચર્યજનક હાર મળી હતી.