અંબાજી મંદિર માં ચા નો સ્ટોલ?નવાઈ લાગે છે ને હવે દર પૂનમે અંબાજી મંદિર માં મળશે ચા નો નિઃશુલ્ક પ્રસાદ
શક્તિપીઠ અંબાજી ધામ માં કંઈક નવું જ જોવા મળતું હોય છે જેમ ઉનાળા ની સીઝન માં મંદિર ના ચાચરચોક માં મફત છાસ નું દાતાઓ વિતરણ કરવામાં આવે છે તો મફત મિનરલ ઠંડા પાણી ના જગ મૂકી ને સેવા કરવામાં આવે છે મંદિર ટ્રસ્ટ તરફ થી ઠંડા પાણી ના કુલર મુકવામાં આવ્યા છે ,પણ આ વખતે કંઈક નવું જોવા મળ્યું છે.
સવારે મંદિર ના ચાચરચોક માં જોયું તો ચા નો સ્ટોલ…જ્યાં ભકતો ઉભા ઉભા ચા ની ચુસ્કી લઇ રહ્યા હતા જે જાણી ને નવાઈ લાગી મંદિર માં ચા નો સ્ટોલ?ત્યારે વધુ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે જાણવા માંડ્યું કે ઉંઝા ના એક જયઅંબે ગ્રુપ દ્વારા આ ચા નું વિતરણ કરાઈ રહ્યું હતું અને તે પણ સાવ નિઃશુલ્ક ,આ કેમ્પ ના સંચાલક ના રમેશભાઈ પટેલ જે પોતે ઉંઝા માં જય અંબે ગ્રુપ ચલાવે છે તેમને અમારા સંવાદદાતા ને જણાવ્યું કે ચા એક સ્ફુર્તિ દાયક પીણું છે, દૂર દૂર થી અંબાજી મંદિરે દર્શને આવેલા યાત્રિકો માં ચા પી ને સ્ફુર્તિ ચોક્કસ આવી જાય છે. નજીક ના દિવસો માં શિયાળો શરુ થવા જય રહ્યો છે.
ત્યારે ચા નું વિતરણ અસરકાર રહેશે, રમેશ ભાઈ એ જણાવ્યું કે આ ચા માત્ર નથી પણ અમારી ભક્તો પ્રત્યેની ચાહ છે જે માતાજી ના પ્રસાદ રૂપે મંદિર એ આવતા તમામ યાત્રિકો ને નિઃશુલ્ક આપી રહ્યા છીએ,શરુ કરાયેલો આ ચા ની નિઃશુલ્ક સ્ટોલ દર પૂનમે જોવા મળશે ને દર પૂનમે ચા નો નિઃશુલ્ક પ્રસાદ યાત્રિકો માતાજી ના ચાચર ના ચોકમાં માણી શકશે
ભક્તો પણ આશ્ચ્રય પામાનતા હોય તેમ તેમને જણાવ્યું કે ઘણા મંદિરે દર્શન કરવા ગયા છીએ પણ આ ચા નો પ્રસાદ મળતો હોય તેવું આ પ્રથમ શક્તિપીઠ અંબાજી મંદિર નું ચાચર હોઈ શકે
ખરેખર ચા ના કેમ્પ સંચાલક મંદિર ટ્રસ્ટનો પણ ખુબજ દિલ થી આભાર માનતા જણાવ્યું મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ એ આ નિઃશુલ્ક ચા ના કેમ્પની પરવાનગી આપી એ અમારા માટે મોટી ખુશી ની વાત છે.