દિવાળી પર્વમાં આકસ્મિક આગ જેવી ઘટનાને પહોંચી વળવા પાટણ ફાયર વિભાગે તૈયારી પૂણૅ કરી
શહેરના બગવાડાદરવાજા,સિદ્ધપુ ચોકડી અને પાલિકા ખાતે ટીમ સ્ટેન્ડ બાય રહશે
દિવાળીના તહેવાર મા તમામ ફાયર કર્મચારીઓ ની રજા રદ કરવા આવી
પાટણ શહેરમાં દિવાળી પર્વ માં કોઈ આકસ્મિક આગ જેવી ઘટનાને પહોંચી વળવા માટે પાટણ ફાયર વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના બગવાડા ,સિદ્ધપુર ચાર રસ્તા અને નગર પાલિકા વિસ્તારમાં એક એક ટીમ એલર્ટ મોડ પર રાખવામાં આવશે. તો તમામ કર્મચારીઓ ની રજા પણ દિવાળી ને ધ્યાનમાં રાખીને કેન્સલ કરી દેવામાં આવી હોવાનું ફાયર અધિકારીએ જણાવ્યું હતું.
પાટણ ફાયર વિભાગ ઓફિસરે જણાવ્યું હતું કે દિવાળી દરમ્યાન આગની કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા ફાયર વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરીને 11 ફાયર બ્રિગેડના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. આગની ઘટનામાં સત્વરે બચાવ કામગીરી કરવા અને ઓછામાં ઓછું જાનમાલને નુકસાન થાય એના માટે સિદ્ધપુર ચોકડી , બગવાડા અને નગરપાલિકા વિસ્તારમાં એક એક ટીમ એલર્ટ મોડ પર સ્ટેન્ડ બાય રહશે.
ફાયર કોલ દરમ્યાન ઓછામાં ઓછાં સમયમાં બનાવ સ્થળે પહોંચવા માટે ફાયરની ટીમ ખડેપગે ફરજ બજાવશે અને વધુ નુકસાન થતું બચાવવા પ્રયત્ન કરશે તેમ તેઓએ જણાવ્યું હતું.
Tags accidental fire patan