રાધનપુરમાં પરણિત મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું
પરણિત મહિલા અને બાળકી સાથે આપઘાત કરતા માતાનું મોત બાળકીનો બચાવ
રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ નજીકથી પસાર થતી રેલ્વે ફાટક પર ગુરૂવારના વહેલી સવારે દહિસર ગામની પરણિત મહિલા અને સાત વર્ષીય બાળકી સાથે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો જેમાં મહિલાનું ટ્રેન નીચે આવી જતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો. બાળકીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
રાધનપુર તાલુકાના દહિસર ગામના મધુબેન પરાગભાઇ ચૌધરી અને તેઓની સાત વર્ષીય બાળકી સાથે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળીને મહેમદાવાદ ગામ નજીક પસાર થતી રેલ્વે પાટા નજીક પહોચીને વહેલી સવારે અંદાજિત દસેક વાગ્યાના સમયે ટ્રેન નીચે પડતું મૂક્યું હતુ જેમાં પરણિત મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું અને બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો. બાળકીને શરીરના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેમાં રેલ્વે પોલીસે ડેથ બોડીને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને રેલ્વે પોલીસ દ્વારા અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે