બનાસકાંઠા જિલ્લામાં 28.92 લાખ પૈકી પાત્રતા ધરાવતાં પશુઓને 12 મી નવેમ્બર સુધીમાં રસીકરણ પૂર્ણ કરાશે
તંત્ર દ્વારા 15 સપ્ટેમ્બરથી પાત્રતા ધરાવતાં પશુઓને ખરવા મોવાસાની અત્યાર સુધીમાં 35 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરાઈ
15 મી સપ્ટેમ્બરે ચાલુ કરેલ રસીકરણ અભિયાન 12મી નવેમ્બર સુધીમાં જિલ્લાના તમામ પાત્રતા ધરાવતાં પશુઓનું રસીકરણ પૂર્ણ કરાશે
બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા ખરવા મોવાસા રસીનું અભિયાન ચાલી રહ્યું છે.15મી સપ્ટેમ્બરથી 12 નવેમ્બર સુધીમાં જિલ્લાના દુધાળા પશુ એટલે કે ગાય,ભેંસ વર્ગના તમામ પશુઓને રસિકરણમાં આવરી લેવાનો સરકારનો આશય છે.આ રસીકરણ કાર્યક્રમમાં 14 લાખ ગાય વર્ગના,15 લાખ જેટલા ભેંસ વર્ગના પશુઓ પૈકીથી જે પણ પશુઓને રસી આપી શકાય જેમાં કોઈ બીમાર હોય તાજા જન્મેલા હોય કોઈ નાના બચ્ચાં હોય એમને બાદ કરતાં તમામ ઉપયોગી પશુઓને રસિકરણમાં આવરી લેવામાં આવશે.
આ માટે બનાસકાંઠા જિલ્લામાં 150 જેટલી ટિમ અને કુલ 1100 જેટલા કર્મચારીઓ કામે લાગ્યા છે.એ કર્મચારી અને ટીમોમાં જિલ્લા પંચાયત કચેરી,સ્ટેટ લેવલ પશુપાલન વિભાગની અન્ય કચેરીઓ અને બનાસ ડેરી આ તમામનો સહયોગ મેળવી અત્યારે સઘન ઝુમ્બેશ સ્વરૂપે ચાલુ છે અને 15 મી નવેમ્બર સુધીમાં આ કાર્યક્રમને પૂર્ણ કરવાનો છે.
આ કાર્યક્રમનો મુખ્ય આશય એ છે કે જિલ્લાના પશુઓમાં ખરવા મોવાસના રોગનું નિયંત્રણ કરવું અને આ નિયંત્રણ કરવાથી દૂધ ઉત્પાદન પણ વધારી શકાય છે અને દૂધની ક્વોલિટી પણ સાચવી શકાય છે.જિલ્લાની મુખ્ય જીવાદોરી એશિયાની પ્રથમ નંબરની બનાસ ડેરી પણ આપણા જિલ્લામાં આવેલી છે. જિલ્લામાં પશુપાલન અને દૂધ ઉત્પાદન છે. આ ઝુમ્બેશ થકી પશુઓમાં રોગચાળાને કન્ટ્રોલમાં કરી પશુપાલકોને આર્થિક રીતે નુક્શાનમાંથી બચાવવાનો સરકારનો અભિગમ છે.
સરકારે આ કાર્યક્રમ થકી ખરવા મોવાસાના રોગના નિયંત્રણ થકી દૂધ ઉત્પાદન અને દૂધ ઉત્પાદનની જે વિવિધ પ્રોડક્ટ છે એના એકસપોર્ટ માટેના દ્વાર ખોલવાનો સરકારનો અભિગમ છે.જેના કારણે પશુપાલકો ને દૂધનું મહત્તમ વળતર મળી રહે અત્યાર સુધીમાં 35 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે. અને સરકારની સમય મર્યાદામાં આ રસીકરણને પૂરું કરી દેવામાં આવશે એવું નાયબ પશુપાલન અધિકારી ડો. એમ.એ.ગામીએ જણાવ્યું હતું.
Tags Banaskantha Vaccination