ભીલડી સહિત બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ સિઝન ની વાવણીના સમયે ડીએપી ખાતરની તંગી
ખાતર ની કંપનીઓ વ્યાપારીઓને ડીએપી ખાતર સાથે અન્ય ખાતર આપતા હોવાથી ઘણા વેપારીઓ ઓર્ડર આપતા નથી
સાત લાખ ના ખાતર સાથે દોઢ થી બે લાખનું અન્ય ખાતર પધરાવે છે વેપારીઓને
ખેડૂતો ને અન્ય ખાતરની જરૂર ના હોવા છતાં કપીનીઓ દ્વારા આપવામાં આવે છે.
ભીલડી સહિત બનાસકાંઠા જિલ્લામાં શિયાલું સિઝન વખતે જ ડીએપી ખાતરની તંગી સર્જાય છે ગુજરાતના બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા માં આગામી સમયમાં બટાટાનું વાવેતર માટે ખેડૂતો અત્યારથી જ ખાતર સહિત બિયારણ ખરીદવાના કામે લાગી ગયા છે પરંતુ ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં મળતું ના હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે વેપારીઓ પાસેથી મળતી માહિતી મુજબ કંપનીઓ દ્વારા વેપારીઓને ખાતર તો આપવામાં આવી રહ્યું છે. પરંતુ સાથે તેમને અન્ય ખાતર પણ આપવામાં આવી રહ્યું છે.
જેથી ખેડૂતોને પણ તે ખાતર અત્યારે જરૂર ના હોવાથી ખેડૂતો ખરીદતા હોતા નથી જેથી વેપારીઓને પણ તે ખાતરનું રોકાણ થતું હોય છે અને જેથી ઘણા વેપારીઓ ડીએપી ખાતરનો ઓર્ડર આપવાથી ડરે છે ત્યારે સરકાર દ્વારા પણ કંપનીઓને ફરજિયાત પણે જાણ કરી દેવી જોઈએ કે ખેડૂતોને જે જ ખાતરની જરૂર છે તે જ ખાતર વેપારીઓ અને ખેડૂતોને મળે તેમજ અન્ય ખાતર સાથે આપવામાં આવે નહિ તે જરૂરી છે જો કંપનીઓ પણ વેપારીઓને ફરજિયાત ખાતર આપશે તો વેપારીઓ દ્વારા પણ ખેડૂતોને આપવામાં મજબુર થવું પડતું હોય છે ત્યારે એક ગાડીમાં ડીએપી પાંચ સો બેગ જેટલું આવતું હોય છે જેની કિંમત સાત થી આઠ લાખ થાય છે જેની સાથે દોઢથી બે લાખ રૂપિયા નું અન્ય ખાતર પણ આપવામાં આવે છે જેથી ઘણા વેપારીઓ ખાતર માટે ઓર્ડર આપતા નહિ તેથી અત્યારે ખાતરને તંગી સર્જાઇ રહે છે.
ડી એ પી ખાતર સાથે અન્ય ખાતર આપે છે કંપનીઓ
કુર્ભકો=સિવારિકા ગ્રેન્યોટ દાણેદાર
ઇફ્કો=નેનો યુરિયા,નેનો ડીએપી
આઈપીએલ=પોલી હાઈ લાઈટ સલ્ફેટ
બિરલા=વોટર સેલીબર્ટ ખાતર
Tags Banaskantha bhildi DAP fertilizer