હિંમતનગર: પોલીસે બાઈક ચોરીના બે શખ્સોને ઝડપી લીધા 75 હજારનો મુદ્દામાલ કબ્જે
હિંમતનગર બી-ડિવિઝન પોલીસના સ્ટાફે વાહન ચેકીંગ દરમિયાન ધાણધા ફાટક પાસેથી શકને આધારે બે શખ્સોને ઝડપી લીધા હતા. ત્યાર બાદ પોલીસે બંને પાસેથી ચોરાયેલા બે બાઈક તથા મોબાઈલ મળીને અંદાજે રૂ. 75 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
આ અંગેની બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળેલ માહિતી મુજબ, હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો ડી.સ્ટાફ નવરાત્રિની રાત્રે વાહન ચેકીંગ કરી રહ્યો હતો. દરમિયાન કમાન્ડ કંટ્રોલના સીસીટીવી ફુટેજને આધારે બી-ડિવિઝનની હદમાં થયેલી વાહન ચોરી તપાસ તેમજ બાતમીને આધારે બી-ડિવિઝનના સ્ટાફે વાહન ચેકીંગ દરમિયાન ધાણધા ફાટક તરફથી મહેતાપુરા સર્કલ આવી રહેલા અંદાજે રૂ.35 હજારની કિંમતના બાઈક સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. ત્યાર બાદ પોલીસે બંનેની પુછપરછ કરી હતી.
આ બાઈક થોડાક મહિના અગાઉ હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરાયેલું હોવાની ફરિયાદ નોંધાઈ ચુકી હતી. ત્યાર બાદ પોલીસે પકડાયેલા ગોપાલસંગ રણછોડજી પુરોહિત (રહે.ગાંભોઈ) તથા હિંમતનગરમાં રહેતો બંસીલાલ જેઠારામ ખત્રી હોવાનું પુછપરછમાં બહાર આવ્યું હતું અને તેની પાસેથી પણ ચોરાયેલ રૂ. 20 હજારની કિંમતના બીજી બાઈક મળી આવી હતી. બી-ડિવિઝન પોલીસે બંને પાસેથી મળીને રૂ. 20 હજારના બે મોબાઈલ મળી રૂ.75 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
Tags arrested bike Police two persons