અંબાજી માં અજાણ્યા પુરુષ નો મૃત દેહ મળતા ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિ પીઠ અંબાજી ખાતે ભક્તો હાલમા દર્શન કરવા આવે છે.ને મોટા ભાગે  ખાનગી વાહનમાં આવે સાથે  સરકારી એસટી બસમાં માં પણ આવતાં હોય છે અંબાજી ખાતે એકાઉન્ટ શક્તિપીઠ સર્કલ પાસે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનો એસટી ડેપો આવેલો છે. બપોરે એસટી ડેપોમાં અજાણ્યા શખ્સની લાશ મળતા ભારે ચકચાર જોવા મળી હતી.

જોકે આ બાબત ને લઇ અંબાજી પોલીસને જાણ કરાઈ હતી. અંબાજી એસટી ડેપોમા BSCC શોપિંગ સેન્ટરની પાછળ ખૂણામા કોઈ અજાણ્યા શખ્સની લાશ મળતા લોકો એકઠા થયા હતા ત્યારબાદ એસટી વિભાગને જાણ કરવામાં આવી હતી એસટી વિભાગ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. અંબાજી પોલીસ ઘટના સ્થળે આવી અને 108 પણ ઘટના સ્થળે આવી હતી અને લોકોના ટોળેટોળા થયા

હતા. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે ક્યાં વ્યક્તિ કોણ છે…? તે જાણવા મળેલ નથી પોલીસે તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.