ઊંઝા તાલુકાના ફેરપ્રાઈશ શોપ એસોસિયેશને મામલતદારને આવેદનપત્ર આપ્યું
અસહકાર ચળવળ અંતર્ગત જથ્થો ઉપાડ ચલન વિતરણ નહી કરવા રજુઆત: સ્થગિત રાખેલ અસહકાર ચળવળ અંતગર્ત ઓક્ટોમ્બર ૨૦૨૪ નો જથ્થો ઉપાડ ચલન પેઇડ કે વિતરણ નહીં કરવા મુદ્દે આજે સાંજે ઊંઝા તાલુકા ફેરપ્રાઈશ શોપ એસોસિયેશનના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા ઊંઝા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ઊંઝા ફેર પ્રાઈશ શોપ એસોસિયેશન દ્વારા આપવામા આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય માં રેશન ડીલરો ના પડતર પ્રશ્નો અંગે રાજ્યના બંને એસોસિએશન દ્વારા વારંવાર સરકાર ને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે. પરંતુ આ પ્રશ્નોની સતત ઉપેક્ષા ઓ થઈ રહી છે. જેથી અમારા બંને રાજ્ય એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે પૂર્વમાં સ્થગિત રાખેલ ગાંધી ચિંધ્યા માર્ગે ની ચળવળ જેમાં વિતરણ સંબધિત કામગીરી નું અસહકાર ચળવળ ને સમ્પૂર્ણ પણે સમર્થન કરીએ છીએ. અને તે મુજબ અમો રેશન ડીલરો સામૂહિક રીતે ઓક્ટોમ્બર -૨૪ ના માસ થી બીજો આદેશ ન મળે ત્યાં સુધી જથ્થો ઉપાડ, ચલન પેઇડ, કે વિતરણ કામગીરી માં અસહકાર નું વલણ અપનાવીશું.
જેની આ આવેદન પત્ર થી જાણ કરીએ છીએ. રાજ્યના બંને એસોસીએશન ના સંયુક્ત ઉપક્રમે આપેલ આવેદન પત્ર ૧ ની નકલ પેટામાં સામેલ છે. અમો સર્વે રેશન ડીલરો ઈશ્વર ને પ્રાર્થના કરીએ છીએ કે સરકાર સત્વરે યોગ્ય ન્યાયિક ઉકેલ લાવે તેવી રજુઆત કરાઈ હતી. આ આવેદનપત્રના કાર્યકમમાં ઊંઝા તાલુકા ફેરપ્રાઇશ શોપ એસોસિયેશનના પ્રમુખ અલ્પેશભાઇ શાહ, ઉપપ્રમુખ ભરતભાઇ બારોટ સહિતના હોદેદારો અને રાશન દુકાનદારો ઉપસ્થીત રહ્યા હતા.