બનાસકાંઠા ક્વોરી એસોસિએશને આપ્યું આવેદનપત્ર: પડતર પ્રશ્નોને લઈને ક્વોરી ઉદ્યોગ ઠપ્પ:12,000 શ્રમિકો બન્યા બેરોજગાર
વર્ષો જુના પડતર પ્રશ્નોને લઈને બનાસકાંઠા ક્વોરી એસોસિએશન દ્વારા અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પડતર પ્રશ્નોનો નિકાલ નહિ આવતા ક્વોરી ઉધોગે હડતાળ પડતા ધંધો ઠપ્પ થઈ ગયો છે.
રાજ્યભરમાં પડતર પ્રશ્નોને લઈને ક્વોરી ઉદ્યોગ હડતાળ પર છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા ક્વોરી એસોસિએશને પણ અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણ કામ આયોજન, ઇસીઆર અને માંઇનિંગના પ્રશ્નોને લઈને 40 ટકા ક્વોરીઓ બંધ છે. સરકારના જુદા જુદા નિયમો અને રોયલ્ટી પેપર આપતા ન હોઈ અન્ય 20 ટકા ક્વોરીઓ પણ બંધ કરવાનું મન બનાવી લીધું છે. ત્યારે જ્યાં સુધી આ પ્રશ્નોનો નિકાલ નહિ આવે ત્યાં સુધી ક્વોરી ઉદ્યોગ બંધ રાખવાની ચીમકી પ્રમુખ ઘેમરભાઈ ચૌધરીએ ઉચ્ચારી હતી. જોકે, ક્વોરી ઉદ્યોગ ઠપ્પ થતા ક્વોરી ઉદ્યોગ પર નભતા જિલ્લાના 12,000 શ્રમિકોની રોજી રોટીને પણ માઠી અસર થશે.