વાવ તાલુકાની એક સગીરા ઉપર 18 નરાધમો એ સુષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આચર્યું
મુખ્ય સૂત્રધાર સગીરા ની માતા સહિત 18 વિરુદ્ધ વાવ પોલીસ મથકે ગંભીર ગુનો નોંધાયો: વાવ પોલીસ મથક ખાતે નોંધાયેલી ફરિયાદ ની વિગતો અનુસાર મળતી માહિતી અનુસાર વાવ તાલુકા ના એક ગ્રા મીણ વિસ્તાર રહેતી એક મહિલા એ પોતાનો આર્થિક લાભ મેળવવા માટે પોતાની સગીર વયની નાની દીકરી હવસ નો શિકાર બનાવી જુદા જુદા આરોપી ઓ ના સમ્પર્ક માં આવી ઘેર બોલાવી 18 આરોપી પાસે સગીર વયની દીકરી ને હવસ નો શિકાર બનાવી દુષ્કર્મ તેમજ છેડતી જેવા બનાવો માં મદદરૂપ બનતી સગીરા ની માતા સહિત 18 આરોપી ઓ વિરુદ્ધ ગંભીર પ્રકાર નો ગુનો વાવ પોલીસ મથક ખાતે નોંધાતા કસુરવારો માં દોડધામ મચી ગઇ છે.
આ બાબતે થરાદ સી.પી.આઈ આર.એમ દેસાઈ આગળ ની વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ ગુનો એક વર્ષ અગાઉ બનેલ છે. પરંતુ ફરિયાદી ના નિવેદન ને લઈ ગુનો હવે નોંધાયો હોવાનું જાણવા મળેલ છે. જોકે થોડા સમય અગાઉ આજ પીડિતા નું કોઈ એક યુવકે અપહરણ કરેલ હોઈ એ યુવક ઝડપાઇ જતા તેના વિરુદ્ધ ગુનો નોંધાતા એ યુવક હાલ માં જેલ ના સળિયા પાછળ ધકેલાયો છે. જોકે આ સગીરા ના પ્રકરણ માં સચોટ તપાસ હાથ ધરવામાં આવે તો કેટલાય ચમરબધી ઓ ની મૂછ નું પાણી ઉતરી શકે છે. જોકે આ ગુના માં કોઈ નિર્દોષ વ્યક્તિ ભોગ ન બને તે જરૂરી છે.
જોકે આ ગુનામાં બળતકાર છેડતી હુમન રાઈટ એક્ટ ઇમોરેલ ટ્રાફિક એક્ટ જેવી ગંભીર કલમો નો ઉમેરો થયો છે જેને લઈ પીડિતા ને યોગ્ય ન્યાય મળશે. જોકે સગી માતા આ ગુનામાં મુખ્ય સૂત્રધાર ની આરોપી હોઈ તેના પ્રત્યે લોકો એ ફિટકાર ની લાગણી બતાવી છે. તમામે તમામ આરોપીઓની ઘરપક્કડ કરી જેલ હવાલે કરી પીડિતા ને યોગ્ય ન્યાય મળે તેવી આ સરહદી પંથક ના લોકો ની માંગ છે.