પાટણ : યોગ ક્લાસીસના સ્વયંસેવકો દ્વારા આનંદ સરોવરની સફાઈ કરવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી બન્યાનો સભ્યોએ આનંદ વ્યક્ત કર્યો
સભ્યો દ્વારા અવારનવાર આનંદ સરોવરની સફાઈ કામગીરી કરવાના સંકલ્પ ગ્રહણ કરાયા
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગાંધી જયંતીના દિવસથી શરૂ કરાયેલ સ્વચ્છ ભારત અભિયાન આજે સફળતાના 10 વર્ષ પૂર્ણ કરી 11 મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા પાટણ દ્વારા શ્રીમતી સ્મૃતિબેન પટેલ દ્વારા સંચાલિત ગાયત્રી મંદિર યોગ ક્લાસીસ ના સ્વયંસેવકો દ્વારા શહેરના આનંદ સરોવરની સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ સ્વચ્છતા અભિયાનની કામગીરીમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર તેમજ ગાયત્રી મંદિર વિસ્તારના પ્રબુદ્ધ નગરજનો સહિત 40 જેટલા આર્ટ ઓફ લિવિંગ સંસ્થા પાટણના સભ્યો એ જોડાઈને આનંદ સરોવરને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા કામગીરી કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનમાં સહયોગી બન્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો સાથે સાથે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા પાટણના તમામ સભ્યોએ અવાર નવાર આનંદ સરોવરની સફાઈ અભિયાન ની કામગીરી કરવાના સંકલ્પ ગ્રહણ કર્યા હોવાનું આર્ટ આર્ટ ઓફ લિવિંગ ના સભ્ય જયેશભાઈ પટેલ અને ગાયત્રી મંદિર યોગ ક્લાસ ના યોગ શિક્ષક સ્મૃતિબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Tags cleaned patan volunteers yoga