પાટણ ચાણસ્મા હારીજ હાઇવે માર્ગ પર ઇકો કારઅને ટેન્કર વચ્ચે ગોજારો અકસ્માત સજૉતા 3 ના મોત 8 ધાયલ
પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર બેફામ ગતિએ દોડતા પ્રાઇવેટ વાહનો કારણે અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે ત્યારે આવો જ એક ગોજારો માર્ગ અકસ્માત પેસેન્જર ભરીને જઈ રહેલી ઈકો કાર અને ટેન્કર વચ્ચે મંગળવાર ના રોજ હારીજ ચાણસ્મા હાઇવે પર સર્જાતા 3 લોકોના કરુણ મોત નીપજયા હોવાની સાથે 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ગોજારા અકસ્માતની મળતી હકીકત મુજબ મંગળવાર ના રોજ ચાણસ્મા હારીજ હાઇવે માર્ગ પરથી પસાર થઈ રહેલા ટેન્કર અને આશાપુરા માતાના મજે દર્શન કરીને પરત ફરી રહેલ ઇક્કો કાર વચ્ચે અગમ્ય કારણોસર ગમખ્વાર અકસ્માત સજૉતા ઇકો કારમાં બેઠેલા મુસાફરોની ચિચિયારીઓ થી માગૅ ગુજી ઉઠ્યો હતો.
આ અકસ્માત ચાણસ્મા હારીજ હાઈવે માગૅ પર આવેલ ખોડલ હોટલ નજીક સજૉતા સ્થાનિક લોકો ધટના સ્થળે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જયારે
ઘટના સ્થળે મૃત્યુ પામેલા ઈસમોની લાશને હારીજ ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલાઓમા ત્રણ મહિલાઓ ચાર બાળકો અને એક પુરુષ હોવાનું જાણવા મળ્યું છે ઇજાગ્રસ્ત પૈકી ત્રણ બાળકો અને એક મહિલા ની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાવની જાણ હારીજ પોલીસને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક નવલસિંહ કેસરીસિંહ રાઠોડ ભુજ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી છ વર્ષ અગાઉ રિટાયર્ડ થયા હોય રવિવારે પોતાના પરિવાર સાથે ભુજ સહિત માતાના મઢ દર્શન કરવા માટે રવિવારે પોતાની ઇકો ગાડી લઈને નીકળ્યા હતા
માતાના મઢ ના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે હારીજ ચાણસ્મા હાઇવે માર્ગ પર ટેન્કર વચ્ચે તેઓની ઇકો કારને અકસ્માત સજૉતા પરિવારના મોભી સહિત પુત્ર અને પુત્રવધૂ નું મોત નિપજ્યું હતું જયારે અન્ય 8 સભ્યો ઈજાગ્રસ્ત બનતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાથી ચાર લોકો ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.