અમદાવાદ થી પાટણ આવતી બસમાં પાટણ નગરપાલિકા ના નિવૃત્ત કમૅચારીને હાટૅ એટેક નો હુમલો આવતા મોત

પાટણ
પાટણ

પાટણ બસ સ્ટેશનમાં બસ પહોંચ્યા પછી બધા પેસેન્જરો ઉતરી ગયા બાદ કંડકટર નું ધ્યાન ગયું: અમદાવાદ થી પાટણ આવી રહેલી બસમાં પાટણ નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીનું હાર્ટ અટેક ના કારણે મોત નીપજ્યું હોવાની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલી રાજવંશી ટેનામેન્ટ સોસાયટીમાં રહેતા અને પાટણ નગરપાલિકામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા લલિતકુમાર રમણલાલ ત્રિવેદી ઉ. વ. 62 અમદાવાદ થી પાટણ એસટી બસમાં આવી રહ્યા હતા ત્યારે ચાલુ બસમાં તેઓને હૃદય રોગનો હુમલો આવતા તેઓનું મોત નીપજયુ હતું.

જોકે આ બનાવ ની જાણ પાટણ એસ ટી બસ ડેપોમાં આવ્યા બાદ તમામ પેસેન્જર બસમાંથી ઉતરી ગયા હતા ત્યાર બાદ એસટી કંડકટર દ્વારા બસની તપાસ કરતા સીટ ઉપર લલિતકુમાર રમણલાલ ત્રિવેદી ઢળેલી હાલતમાં જોવા મળતા બસના કંન્ડકટરે તેઓની નજીક પહોંચી તેઓને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પણ તે ન ઉઠતા તેમને અજુગતુ લાગતા તેઓએ એસટી ના ડ્રાઈવરને બોલાવી 108 ને જાણ કરતા પાઈલોટ ગુલાબખાન બલોચ અને ઈ એમ ટી.નિલેશભાઈ ચેતવાણીએ બસ સ્ટેશને પહોંચી ને બસની અંન્દર તપાસ કરી CPR આપી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા.

જયાં ફરજ પરના ડૉક્ટર દ્વારા તેઓને મૃત જાહેર કરતા તેમના દિકરાને જાણ કરી સિવિલ હોસ્પિટલમાં બોલાવી મૃતક પાસેનો બગલ થેલો અને થેલામાં રહેલ રોકડ રકમ, બે અલગ અલક કંપની ના મોબાઈલ ફોન, તથા બે ATM ડેબીટ કાડૅ, આધાર કાડૅ જરુરી દસ્તાવેજો 108 ના કમૅચારી એ સુપ્રત કર્યો હતો. પાટણ નગરપાલિકામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા લલિતકુમાર રમણલાલ ત્રિવેદીના મોત ના સમાચાર મળતાં પરિવારજનો સહિત તેઓના મિત્ર વર્તુળમાં શોકની કાલીમાં છવાઈ જવા પામ્યા હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.