ડીસામાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર
છેલ્લા કેટલાક સમયથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારની સહાય યોજના અંતર્ગત મળતી શિષ્યવૃત્તિને લઈને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બે દિવસ અગાઉ કેટલાક વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ નહી લેવા માટે પણ પત્ર લખીને સરકાર સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો. જ્યારે 2024-25 માં ડીજીટલ ગુજરાત પોર્ટલ પર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ઓનલાઇન દરખાસ્ત કરવામાં અનેક ટેકનિકલ અને વ્યવહારિક મુશ્કેલીઓ છે.
જેના કારણે આ કામ સમય મર્યાદામા પુર્ણ કરવું અશક્ય બની ગયું છે સાથે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ સમયસર રજુ ન કરી શકવાના કારણે શિષ્યવૃત્તિથી વંચિત રહેવું સંભવ છે ત્યારે સરકાર દ્વારા ઓછા ડોક્યુમેન્ટ સાથે સરળતાથી લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી રહે તે માટે શરતો હળવી કરવા અને ઓનલાઇન પ્રોસેસમાં પણ સોફ્ટવેરમા સુધારા કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ઓનલાઇન દરખાસ્ત કરવામાં અનેક અડચણો આવે છે જેમાં વિદ્યાર્થીઓને E KYC રેશનકાર્ડમાં આધાર કાર્ડ લીંક કરાવવામા આધાર કેન્દ્રો પર ટોકન લઈને સવારથી સાંજ સુધી લાઈનમાં ઉભું રહેવું પડી રહ્યું છે જેના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે ત્યારે દરેક શાળાએ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર કરેલી ડેટા એન્ટ્રીને આધારભૂત ગણી એમાં દર્શાવેલ જ્ઞાતિ અને આર્થિક કેટેગરીને ધ્યાને લઈ ડિજિટલ ટ્રાન્જેક્શનથી વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં શિષ્યવૃત્તિ જમા આપવામાં આવે તો ખરેખર વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે છે.
Tags Petition scholarship students