શંખેશ્વરના તારાનગર નો શખ્સ ચોરીના ૧૦ મોબાઇલ સાથે એસઓજી ટીમના હાથે ઝડપાયો
મોબાઇલ ચોરીના ગુનામાં અન્ય બે શખ્સો પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું: પાટણની એસઓજી ટીમ દ્વારા ચોરીના 10 મોબાઇલ સાથે શંખેશ્વર ના તારાનગરના શખ્સને ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તરફથી મિલ્કત સંબંધિત ગુન્હા શોધી કાઢવા કરેલ સૂચના આધારે પાટણ એસ.ઓ.જી.પી.આઈ આર.જી.ઉનાગર ના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ ખાનગી વાહનમાં શંખેશ્વર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન સુબાપુરા ગામના બસ સ્ટેશન આગળ આવતા બાતમી હકીકત મળેલ કે એક ઇસમ તારાનગર ગામેથી જયનગર ગામે જવાના ત્રણ રસ્તા આગળ કેટલાક મોબાઇલ ફોનો લઇને વેચાણ કરવા સારૂ ફરે છે.
જે બાતમી આધારે તપાસમાં રહેલી ટીમે ધટના સ્થળે પહોંચી દિલીપભાઇ રમેશજી ઠાકોર ઉ.વ.૨૦ રહે.તારાનગર તા.શંખેશ્વરવાળા ને ઝડપી તેની તલાસી લેતા તેની પાસેથી જુદી જુદી કંપની ના કુલ ૧૦ એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવતાં ટીમે ભારતીય નાગરીક સુરક્ષા સહંતીની કલમ-૩૫(૧)(ઇ) મુજબ તેની અટક કરી ઘટીત કાર્યવાહી કરવા સારૂ શંખેશ્વર પો.સ્ટે. સુપ્રત કરવામાં આવતા પોલીસે ચોરીના મોબાઇલ સાથે ઝડપાયેલા દિલીપભાઇ રમેશજી ઠાકોર ની ઝીણવટભરી રીતે પુછપરછ દરમ્યાન આ મોબાઈલ ચોરીમાં જાફર સિંધી રહે. અમરાપુર પાટી તા.સમી જિ.પાટણ અને તૈયબ ઉર્ફે બચ્ચન સિંધી રહે. અમરાપુર પાટી તા.સમી જિ.પાટણ વાળો પણ સામીલ હોવાનું જણાવતાં પોલીસે બન્ને ઈસમો સામે પણ ગુનો નોંધી તેઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કયૉ હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.