પાલનપુરમાં સગા ભાઈની કરપીણ હત્યા કરનાર ભાઈ- ભાભી ઝડપાયા : મોટાભાઈએ જ નાના ભાઈની કરી હતી હત્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ગૃહ ક્લેશમાં મોટાભાઈએ જ નાના ભાઈની કરી હતી હત્યા: જર જમીન અને જોરું એ ઉક્તિ ને સાર્થક કરતી ઘટનામાં ગતરોજ પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં સગા ભાઈએ જ નાના ભાઈની કરપીણ હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. જે ગુના નો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતા પાલનપુર શહેર પૂર્વ પોલીસે હત્યારા ભાઈ-ભાભીને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે.

મિલ્કત સંબંધી તકરાર અને જૂની અદાવતને લઈને પાલનપુરમાં મોટાભાઈએ જ નાના ભાઈનું ઢીમ ઢાળી દીધું હોવાની ઘટના સામે આવી હતી. શહેરના જનતા નગરમાં રહેતા દેવીપુજક સમાજ ના ભાઈઓ તેમના પિતાજીની જગ્યામાં અલગ અલગ મકાનો બનાવીને રહેતા હતા. જોકે, મિલકતને લઈને મોટાભાઈ અને નાનાભાઈ વચ્ચે તકરાર થતી હતી. જેની અદાવત રાખીને ગઈકાલે મૃતક ગોપાલ ઈશ્વરભાઈ પટણી લારી લઈને પાલનપુર શહેરના કોલેજ કમ્પાઉન્ડની બેંક સોસાયટીમાંથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન, આરોપી અશોક ઈશ્વરભાઈ પટણી જાહેર રસ્તા ઉપર ગુપ્તિ લઈને મૃતક ગોપાલ પાછળ દોડીને ધાતક હથિયારના ધા મારીને તેને લોહીલુહાણ કરી દીધો હતો.

ઉપરાંત તેની પાછળ તેની પત્ની પણ દોડીને મારવામાં તેનો સાથ આપે છે. પતિ પત્નીએ સાથે મળીને મૃતક ગોપાલ ઉપર જાન લેવા હુમલો કર્યો હતો. જે હુમલા માં ગોપાલ પટણીનું મોત થયું હતું. ત્યારે મૃતકના મોટાભાઈ અને ભાભી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જોકે, આ કરપીણ હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ત્યારે ગુનાનો ભેદ ઉકેલતા પાલનપુર પૂર્વ પોલીસે આરોપી અશોક પટણી અને તેની પત્નીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હોવાનું પી.આઈ.એસ.એમ.પટણીએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.