વાતાવરણ માં પલટો : બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
જિલ્લાના આકાશ માં કાળા ડિબાંગ વાદળો છવાતા ડીસા પાલનપુર સહિત ના અનેક ભાગોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ
ભારે બફારા બાદ વરસાદ વરસતાં વાતવરણમાં ઠંડક પ્રસરી હજુ બે દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વાતાવરણમાં પલટો આવવા ની સાથે બપોર બાદ અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો જેના કારણે લોકો ને ગરમી અને ઉકળાટ થી રાહત મળી હતી
વિદાય લેતા ચોમાસા ની વચ્ચે રાજય પર વરસાદ ની બે સિસ્ટમો સક્રિય થતાં ગુજરાત રાજ્યમાં મેઘમહેર તો કેટલીક જગ્યાએ મેધકહેર જોવા મળી રહી છે ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા આકાશમાં કાળાડિબાંગ વાદળો બાદ કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો .
Tags Banaskantha rains weather