બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારને મોટો ફટકો, સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન ફગાવી
બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે અને બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા સંબંધિત તેના આદેશમાં કરવામાં આવેલા અવલોકનોને કાઢી નાખવાનો ઇનકાર કર્યો છે.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, બિલ્કીસ બાનો કેસના દોષિતોની મુક્તિ સમયે ગુજરાત સરકાર વિશે કોર્ટે કરેલી ટિપ્પણીઓને દૂર કરવામાં આવે. જો કે સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે.
શું છે મામલો?
ગુજરાત સરકારે 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો બળાત્કાર કેસમાં 11 દોષિતોની અકાળે મુક્તિને ફગાવી દેવાના નિર્ણયમાં ગુજરાત સરકાર સામે અયોગ્ય ગણાવેલા અમુક અવલોકનોને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત સરકારની અરજીમાં એવું કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં આકરી ટીપ્પણી કરી હતી કે ગુજરાતે ‘મિત્રોપયોગી અને ગુનેગારો સાથે મિલીભગતથી કામ કર્યું’. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કોર્ટની આ ટિપ્પણી માત્ર અયોગ્ય જ નથી પરંતુ ગુજરાત સરકાર સામે પૂર્વગ્રહયુક્ત પણ છે.
Tags Bilkis Bano Court Gujarat