મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.૬૩૩ કરોડના ખર્ચે નિર્મિત જુથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ

બનાસકાંઠા
બનાસકાંઠા

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આખોલ ખાતે યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ કર્યું

૧૯૨ ગામના કુલ ૭ લાખ નાગરિકો માટે દૈનિક ૬.૪૦ કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે

સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારશ્રી દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ રૂપિયા ૬૩૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીસા અને લાખણી તાલુકાના પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું આજરોજ ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયુ હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સમગ્ર યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના ડીસા,લાખણી,કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરા શહેરને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દ્વારા દેવપુરા-વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ ૨૦૨૦માં તૈયાર કરવામાં આવી હતી. જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં ડીસાના આખોલ ખાતે ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજનાથી ડીસા, લાખણી, કાંકરેજ, દિયોદર અને થરાના કુલ ૧૯૨ ગામના કુલ ૭ લાખ નાગરિકો માટે દૈનિક ૬.૪૦ કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.