જુનાડીસા અને ગોઢા રેલવે ફાટક પર ઓવરબ્રીજ બનાવવાની ઉગ્ર માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા આમ આદમી પાર્ટી દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર પાઠવાયું: આમ આદમી પાર્ટી દ્વારા  સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર પાઠવ્યું હતું.  જેમાં ડીસા-પાટણ તથા ડીસા થરાદ હાઈવે એ ખુબ જ વ્યસ્ત વાહન વ્યવહાર ધરાવતા રોડ છે. સદર રોડ પૈકી ડીસા પાટણ રોડ પર આવેલ રેલવે ફાટક જે જુનાડીસા રેલવે ફાટક તથા ડીસા થરાદ રોડ પર ગોઢા ફાટક તરીકે ઓળખાય છે. જ્યાં છેલ્લા ઘણા લાંબા સમયથી ટ્રેન -માલગાડી વ્યવહાર વધવાથી દિવસ-રાત દરમિયાન રેલવે ફાટક વારંવાર બંધ થતા હોય છે જેનાથી વાહનોની લાંબી કતારો લાગી જતી હોય છે.

જેમાં લોકોને ફાટક બંધ થાય તે દરેક સમયે અડધાથી પોણા કલાક સુધીનો માતબર ટાઈમ વેડફાઈ રહ્યો છે જેના પરિણામે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે સાથે  અકસ્માતો સર્જાવાની ઘટનાઓ પણ બની રહી છે. રેલવે ફાટક બંઘ રહેતાં  વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને ટ્રાફિકમાં ઘણીવાર  ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા, પોલીસ વાન જેવી ઈમરજન્સી સેવાઓ પણ અટવાઈ જતી હોય છે જે ખુબ જ ગંભીર બાબત છે. જેને લઇને જુનાડીસા- ગોઢા ફાટર પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તો લાખો વાહન ચાલકો અને સ્થાનિક લોકોને રાહત મળી શકે તેમ છે.

ખાસ કરીને ડીસાથી પાટણ જતાં માર્ગ પર આવેલ જુનાડીસા રેલવે ફાટક વારંવાર બંઘ રહેવાથી પાટણથી ડીસા બાજુ અભ્યાસ કરતા વિધાર્થીઓ, ખેડૂતો તેમજ સરકારી કે ખાનગી જોબ કરતા, કોર્ટમાં પ્રેક્ટીસ કરતા વકીલોને વારંવાર ટ્રાફીક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં લોકોનો સમય, નાણાં અને સમય વેડફાઈ જાય છે તેથી લોકોના વિશાળ હિતમાં સત્વરે આમારી આ લેખિત રજૂઆતો ને ધ્યાને લઈ ડીસા-પાટણ હાઈવે પર આવેલ જુનાડીસા રેલવે ફાટક પર અને ડીસા થરાદ રોડ પર આવેલ ગોઢા ફાટક પર ઓવર બ્રીજ બનાવી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા સહિત હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર આપી નમ્ર વિનંતી સાથે રજુઆત કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.