બનાસની ધરતી પર બીજું અંગદાન : આંખો, કીડની અને લિવર દાન દ્વારા જરુરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં બ્રેઈન ડેડ 68 વર્ષીય મહિલા મધુબેન હારાણીનાં આંખો, કીડની અને લિવરનું સફળ અંગદાન

આંખો, કીડની અને લિવર દાન દ્વારા જરુરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે: માણસના મૃત્યુ પછી અંગદાન કરવાની વાત આવે એટલે એવું માનવામાં આવતું હતું કે, અંગદાન કરવું હોય તો અમદાવાદ જેવા મોટા શહેરોમાં જ જવું પડે. પરંતુ હવે એવું નથી, બનાસકાંઠા જિલ્લામાં તા. 17 સપ્ટેમ્બરના રોજ સ્વ. દિનેશભાઇ મકવાણાના પરિવારજનોએ પ્રથમવાર અંગદાન કરી સમાજ માટે પ્રેરણારૂપ બનતા આજે બનાસની ધરતી પર બીજું અંગદાન થયું છે અને લોકોમાં આ અંગેની જાગૃતિ આવતા અંગદાનની પ્રવૃત્તિને વેગ મળી રહ્યો છે.

પાલનપુરનાં 68 વર્ષીય મહિલા મધુબેન હરિશભાઈ હારાણીને તારીખ 20 સપ્ટેમ્બર-2024નાં રોજ સાંજે આઠેક વાગ્યાના સુમારે બ્રેઇન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા.22 સપ્ટેમ્બર-2024 નાં રોજ વહેલી સવારે 06:00 વાગ્યે તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતાં.

તેમના પરિવારજનોમાં પુત્ર સુનિલભાઈ, જીતેશભાઇ અને પુત્રી વંદનાબેન દ્વારા માનવતાના ભાવથી આંખો, કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું. જે અન્ય જરિયાતમંદ દર્દીઓ માટે જીવતદાન સમાન સાબિત થશે. સ્વ.મધુબેન હારાણીના પરિવારજનોના મહાન ત્યાગ અને માનવતાના ભાવથી આ દાન શક્ય બન્યું છે. તેમના આ નિર્ણયથી, બીજા દર્દીઓને જીવ બચાવવાની એક તક પ્રાપ્ત થશે. તેમની આંખો, કીડની અને લિવર દાન દ્વારા અનેક દર્દીઓને નવું જીવન મળશે અને આ પ્રશંસનીય કાર્ય અનેક લોકોને અંગદાન કરવા માટે પ્રેરણા પણ પુરી પાડશે.

અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાંથી કુલ સાત તથા SOTTO અને NOTTO દ્વારા માવજત હોસ્પિટલ પાલનપુરને જિલ્લાની પ્રથમ ઓર્ગેન રીટ્રાઇવલ (અંગ મેળવવા) સેન્ટર તરીકે માન્યતા મળ્યા બાદ એક જ અઠવડિયામાં બીજું અંગદાન પણ થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.