દૂષિત પાણીના કારણે ઘરે ઘરે બીમારીના ખાટલા ખડકાયા : પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં

પાટણ
પાટણ

પાટણ ના ભઠ્ઠીવાડા પટણીવાસના રહીશો ભૂગૅભ ગટરના દૂષિત પાણીના કારણે પોતાના ઘર બહાર છોડવા મજબૂર બન્યા

રહીશોએ કલેકટરના નિવાસ સ્થાને રહેવા જવા માટેની ચિંમકી ઉચ્ચારી..

પાટણ શહેરના ગુલશન નગર સામે આવેલ ભઠ્ઠીવાડા પટણીવાસ માં છેલ્લા 15 દિવસ થી ભૂગર્ભ ગટર ના ગંદા પાણી મેઈન રોડ પર ઉભરાતા વિસ્તારના રહીશો પરેશાન બન્યા છે. તો કેટલાક રહીશો  ભૂગર્ભ ગટર ની આ સમસ્યા ના કારણે વિસ્તારમાં ફેલાએલ રોગચાળા ના કારણે પોતાનાં ઘર બાર છોડીને પોતાના અન્ય સગા સબંધી ના ઘરે રહેવા જતા રહ્યા છે. તો કેટલાક રહીશોએ આ સમસ્યા થી પરેશાન થઈ કલેક્ટરના નિવાસ સ્થાને ધામા નાખવાની ચિમકી ઉચ્ચારી છે.

પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવડતા છાશવારે પાટણ શહેરના મહોલ્લા,પોળો મા દૂષિત અને અતિશય વાંસ મારતું ગંદુ પાણી આવતું હોય છે તો ભૂગર્ભ ગટર ઉભરાવવાની આ સમસ્યાથી શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક બાજુ વરસાદ બંધ થયા બાદ પાટણ શહેર સહિત જિલ્લામાં રોગ ચાળાએ માથું ઉચક્યું છે તો બીજી તરફ ઘરે ઘરે ડેન્ગ્યુ, વાયરલ ફીવર સહિતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

પાલિકા તંત્રની અણ આવડત અને બેદરકારી ને લીધે શહેરના ગુલશન નગર સામે ભઠ્ઠીવાડા પટણી વાસ માં છેલ્લા 15 દિવસ થી ભૂગર્ભ ગટર ના ગંદા પાણી મેઈન રોડ પર ભરાઈ રહેવાના કારણે રહીશો પરેશાન બનાયા છે,ઘરે ઘરે લોકો બીમાર છે. લોકો ને ડેન્ગ્યુ થવાના કારણે સારવાર માટે ખસેડવા આવ્યા છે. આ ભૂગર્ભ સમસ્યા ના કારણે તો કેટલાક રહીશો ઘર છોડી ચાલ્યા ગયા છે.

તો બે લોકો સિરિયસ હોય જેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. હાલ માં અહીંયા રોગો એ ભરડો લીધો છે.વહીવટદારો અને કોર્પોરેટરોને જાણ કરી પણ હજુ સુધી કોઈ જોવા શુધ્ધા આવ્યા નથી. હવે અમે પણ ઘર છોડી ચાલ્યા જવાની તૈયારી કરી રહ્યા છે. હવે કોઈ ફરિયાદ નહીં સાંભળે તો પોલીસ ફરિયાદ કરીશું અને કલેક્ટર ના ઘરે રહેવા જવાની ચીમકી તેઓએ ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.