આકરી ગરમીને કારણે વાવેતર પર અસર ઊભી થતાં ખેડૂતોની ચિંતા વધી
ચાર તાલુકામાં સો ટકા ઉપરાંત વરસાદ થયો જેમાં સૌથી વધુ લાખણી માં વરસાદ થયો
આકરી ગરમીને કારણે વાવેતર પર અસર ઊભી થતાં ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થવા પામ્યો હતો પરંતુ ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં એકાદ બે સેન્ટર ને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો નથી. પરિણામે આ વર્ષ વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત જ નબળી થવા પાણી હતી જેના કારણે હવામાન વિભાગની આગાહીઓ પણ આ વર્ષે ખોટી પડવા પામી હતી બનાસકાંઠા જિલ્લામાં સપ્ટેમ્બર ના પ્રથમ પખવાડિયા સુધીમાં મોસમનો 89.720ટકા વરસાદ થવા પામ્યો છે જ્યારે મોટાભાગના તાલુકાઓમાં સામાન્ય વરસાદ થયો છે. જીલ્લાના માત્ર ચાર તાલુકામાં સો ટકા ઉપરાંત વરસાદ નોંધાયો છે. પરંતુ તે વિસ્તારમાં તળાવો ચેકડેમો ખાલી ભાસી રહ્યા છે ત્યારે ચિંતા સતાવી રહી છે.
ચોમાસાની ઋતુની વિદાય નો સમય આવી ચૂક્યો છે ત્યારે પણ્ બનાસકાંઠા જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થયો નથી. આ વર્ષે ચોમાસું શરૂઆત થીજ નબળુ જોવા મળી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના એકાદ બે સેન્ટરોમાં ભારે વરસાદ બાદ અનિયમિત અને છૂટા છવાયા વરસાદને કારણે મોટાભાગના તાલુકાઓ ના ગામડાઓ કોરાધાકોર રહ્યા છે અને નદી-નાળાં ખાલીખમ છે. જ્યારે જળારાયોમાં પણ વરસાદી પાણીની સામાન્ય આવક થઈ છે જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે બિપરજોય વાવાઝોડા ના કારણે સારો વરસાદ નોંધાયો હતો : ગત વર્ષે બિપરજોય વાવાઝોડાની અસરને લઈ જૂન મહિનાની 16.17 અને 18 તારીખ એમ ત્રણ દિવસમાં જ 220 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો જેના કારણે ગત વર્ષે શરૂઆતના દિવસોમાં સારો વરસાદ જોવા મળ્યો હતો જોકે આ વર્ષે બનાસકાંઠા જિલ્લા ની આસપાસ કોઈ વરસાદની મોટી સિસ્ટમ ન આવતા વરસાદ ની ધટ વર્તાઇ રહી છે.
ચોમાસ ની ની વિદાય વચ્ચે વધુ એક વરસાદની રાઉન્ડ આવવાની શક્યતાઓ્: ચોમાસુ ઋતુની વિદાય ની ધડીયો ગણાઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાતો ના મતે વરસાદ ની વધુ એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાઇ રહી છે તેના કારણે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.