જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર મતદાન ચાલુ, મતદારોની ભીડ એકઠી

ગુજરાત
ગુજરાત

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે પ્રથમ તબક્કા હેઠળ કુલ 7 જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે. જમ્મુ ક્ષેત્રના 3 જિલ્લાઓ અને કાશ્મીર ખીણના 4 જિલ્લાઓની 24 બેઠકો પર 90 અપક્ષ સહિત કુલ 219 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આ પહેલી વિધાનસભા ચૂંટણી છે. આજે જ્યાં મતદાન થઈ રહ્યું છે તેમાં પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનપોરા, શોપિયાં, ડીએચ પોરા, કુલગામ, દેવસર, ડોરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા-બિજબેહરા, શાંગસ-અનંતનાગ પૂર્વ, પહલનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.