ભાભર પોલીસ દ્વારા 28 લાખના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવાયું
19000 થી વધુ વિદેશી દારૂની બોટલોનો નાશ કરાયો: ભાભર પોલીસ મથકમાં 2020 થી વિદેશી દારૂના કેસ દરમિયાન દારૂની પેટીઓ પોલીસના કબ્જામાં હતી.પણ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલની જગ્યા ફૂલ થઈ જતાં તેમજ પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા રહે તે હેતુથી પકડાયેલ મુદ્દામાલનો નિકાલ કરવા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની મંજુરી લીધી હતી.
બાદમાં પોલીસ દ્વારા આજ રોજ નગરપાલિકાની ડમ્પીંગ સાઈડની જગ્યા પર પ્રાંત અધિકારી સૂઇગામ, દિયોદર એ.એસ.પી., ભાભર પી.આઈ, પી.એસ.આઈ. સહિત પોલીસ કાફલાની હાજરીમાં પ્રોહી.ના 120 ગુનાનો મુદ્દામાલ 19000 હજારથી વધુ વિદેશી દારૂની બોટલ (કિંમત 28 લાખ) પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું અને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.