કેન્યામાં સ્કૂલ હોસ્ટેલમાં ભીષણ આગ, 17 વિદ્યાર્થીઓના મોત
કેન્યામાં એક શાળાના શયનગૃહમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 17 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 13 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે શુક્રવારે આ અંગેની માહિતી આપી છે. પોલીસે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસ પ્રવક્તા રેસિલા ઓન્યાન્ગોએ જણાવ્યું હતું કે આગ ગુરુવારે રાત્રે નાયરી કાઉન્ટીમાં હિલસાઇડ એન્ડરાશા પ્રાઇમરીમાં લાગી હતી અને તેનું કારણ શું હતું તે નક્કી કરવા પ્રયાસો ચાલુ છે. “અમે કારણો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને જરૂરી પગલાં લઈશું,”
કેન્યાની રેસિડેન્શિયલ સ્કૂલોમાં આગ સામાન્ય છે. આ શાળાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે કારણ કે માતાપિતા માને છે કે તેમાં રહેવાથી તેમના બાળકોને અભ્યાસ માટે વધુ સમય મળે છે. હાલ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.