વિદ્યાર્થીઓ બન્યા એક દિવસના શિક્ષક : શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ
એક દિવસ માટે બાળકો શિક્ષકની ભૂમિકા ભજવી શાળાનું તમામ કાર્ય સંભાળ્યું
શિક્ષક દાનવ માંથી માનવ અને માનવ માંથી મહામાનવ બનાવવાનું ભગીરથ કાર્ય કરે છે અને ચાણક્ય ના શબ્દો માં શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ ત્યારે 5 મી સપ્ટેમ્બર એટલે શિક્ષકો માટે સન્માનનો દિવસ ગણવામાં આવે છે આપણા રાષ્ટ્રપતિ ડો. સવૅપલ્લી રાધાકૃષ્ણ નો જન્મદિવસ ને શિક્ષકદીન તરીકે ઉજવણી થાય છે જેને લઇ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં શિક્ષક દિવસે એક દિવસ નું શૈક્ષણિક કાર્ય બાળકો એ શિક્ષક બની જવાબદારી સંભાળી હતી વિધાર્થીરૂપી રહેલા શિક્ષકો ને અલગ અલગ વિષય અને તાસ ની ફાળવણી કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં આજે અનેક સ્થળો પર ભારે વરસાદ વચ્ચે શિક્ષક દિવસની ઉજવણી થઈ હતી સમગ્ર દિવસ દરમિયાન તમામ બાળકો એ ખુબ ઉત્સાહ પ્રમાણે કામ કર્યું શાળા નું તમામ સંચાલન અને શૈક્ષણિક કાર્ય પણ વિધાથીરૂપી રહેલા શિક્ષકો એ સંભાળ્યુ હતું ત્યારે ડીસા તાલુકાની ગોગાઢાણી પ્રાથમિક શાળા માં પણ શિક્ષક દિન ની ઉજવણી કરતાં વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી.
શાળામાં શિક્ષક બનવા ની ખુબ જ મજા આવી: આ અંગે ગોગાઢાણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ કહ્યું હતું કે શિક્ષક દિવસને લઈ શાળામાં એક દિવસનું શિક્ષણ કાર્ય સંભાળ્યું હતું જેમાં ખૂબ સારો અનુભવ સાથે શિક્ષક બનવાની ખૂબ જ મજા આવી હતી.
શિક્ષક દિવસે શાળાનું તમામ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓ સાંભળ્યું હતું: આ અંગે ગોગાઢાણી પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે વરસાદી માહોલ વચ્ચે શિક્ષક દિવસને લઈ શાળાનું તમામ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થી રુપી શિક્ષકોએ સંભાળ્યું હતું જેમાં તમામ વિદ્યાર્થીઓને જવાબદારી સંભાળી હતી.