તેરા તુજકો અર્પણ અભિયાન ઉત્તર પોલીસે સાર્થક કરી બતાવ્યું : ડીસામાં પોલીસે વધુ 19 મોબાઈલ શોધી મુળ માલિકોને પરત આપ્યાં

બનાસકાંઠા
બનાસકાંઠા

એક વર્ષમાં કુલ 15.73.625 ના 97 મોબાઈલ શોધી મુળ માલિકોને પરત આપી પોલીસે રેકોર્ડ બનાવ્યો: ડીસા ઉતર પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી રહી છે ઉતર પોલીસ સ્ટેશનના પીઆઈ વી. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.બી.ઠાકોર સહિત હેડ કોન્સ્ટેબલ જે.ડી.પરમાર, રાજુ પઢીયાર,ઈમરાન મહંમદ, કરશનભાઈ સહિત ઢેગાજી સાથે પોલીસ સ્ટાફ અને મહીલા પોલીસ સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરી એક વર્ષમાં 97 મોબાઈલ શોધી મુળ માલિકોને પરત આપવામાં આવ્યા છે. આજે પણ ડીસા ઉતર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા 15 મોબાઈલ શોધી મુળ માલિકોને પરત આપવામાં આવ્યા છે.

ચિરાગ કોરડીયા મહાનિર્દેશક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા દ્વારા હાલના સમયમાં ખોવાયેલ મોબાઈલ સહિત મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સુચના કરેલ જે અંતગર્ત નાયબ પોલીસ અધિક્ષક સી. એલ. સોલંકીની સુચનાથી ડીસા ઉતર પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા ડીસા શહેરના ઉતર પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાંથી ગુમ થયેલ પડી ગયેલ કે ખોવાયેલ મોબાઈલ અંગેની અરજીઓની તપાસ હાથ ધરી ટેકનીકલ સર્વેલન્સ તેમજ ‌હ્મમુન સોસીગની મદદથી કુલ 19 મોબાઈલ તથા રીક્ષાની બેટરી નંગ 1, ગુનાના કામે કબ્જે કરેલ એકટીવા તથા લુંટના ગુનામાં કબ્જે કરેલ 11000 રોકડા એમ કુલ મળીને 2.59.116 નો મુદામાલ આજરોજ તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત મુળ માલિકોને પરત આપવામાં આવ્યો હતો.

જ્યારે સને 2024 ના વર્ષ દરમ્યાન રૂ. 15.73.625 ના 97 મોબાઈલ શોધી મુળ માલિકોને પરત આપી ઉતર પોલીસે રેકોર્ડ બનાવ્યો છે જ્યારે મોબાઈલ માલિકોને પોતાના ખોવાયેલ મોબાઈલ પરત મળી જતાં ઉતર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફની પ્રશંસનીય કામગીરી ગણાવી ઉતર પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.